For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીની મચ્છુ નદીમાં રેસ્કયૂ ઓપરેશન બાદ 26 કલાકે ત્રણેય મૃતદેહો હાથ લાગ્યા

11:53 AM May 17, 2024 IST | Bhumika
મોરબીની મચ્છુ નદીમાં રેસ્કયૂ ઓપરેશન બાદ 26 કલાકે ત્રણેય મૃતદેહો હાથ લાગ્યા
Advertisement

મોરબીના નવા સાદુળકા ગામ નજીક નદીમાં ન્હાવા ગયેલ યુવાન અને બે સગીર પાણીમાં ડૂબી જતા ફાયર ટીમને જાણ કરવામાં આવતા મોરબી અને રાજકોટ ફાયર ટીમે બુધવારે રાત્રી સુધી સર્ચ ને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું છતાં કોઈ પત્તો લાગ્યો ના હતો તો આજે એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી હતી અને ત્રણેયના મૃતદેહ હાથ લાગ્યા હતા.

મોરબીના મચ્છુ 3 ડેમ પાસે નદીમાં બે સગીર અને એક યુવાન ડૂબ્યા હતા બુધવારે સવારે ઘટના બની હતી જેથી ગ્રામજનો દોડી ગયા હતા અને ફાયરની ટીમને જાણ કરવામાં આવતા મોરબી ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું હતું અને રાજકોટ ટીમની મદદ પણ લેવામાં આવી હતી મોરબી અને રાજકોટ ફાયર ટીમે બુધવારે રાત્રી સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા છતાં ત્રણેયનો કોઈ પત્તો લાગ્યોં ના હતો અને અંધકારને પગલે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવું પડ્યું હતું.

Advertisement

તો ગુરુવારે સવારથી ફાયરની ટીમો ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો સાથે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારે ભંખોડીયા ગૌરવનો મૃતદેહ મળી આવ્યો હતો તો બાદમાં પરમાર ચિરાગ તેજાભાઈ અને ત્યારબાદ ધર્મેશ ભુપેન્દ્રભાઈ ભંખોડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો દુર્ઘટનામાં બે સગીર અને એક યુવાનના મોત થયા હતા જેથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે મોરબી-રાજકોટ ફાયર ટીમે 24 કલાક કરતા વધુ સમય સુધી જહેમત ઉઠાવી હતી જોકે છતાં ત્રણેયના મૃતદેહ જ હાથ લાગ્યા હતા બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ છે અને વધુ તપાસ ચલાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement