For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના વેપારીઓની 26 કાર પચાવી પાડી: બીજો ગુનો નોંધાયો

12:00 PM Apr 23, 2024 IST | Bhumika
રાજકોટના વેપારીઓની 26 કાર પચાવી પાડી  બીજો ગુનો નોંધાયો
  • કાર કૌભાંડમાં બે આરોપીને સકંજામાં લીધા બાદ રૂા.1.81 કરોડની 26 કાર કબજે: ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ

રાજકોટ માં છેલ્લા કેટલાક સમયથી ભાડે ગાડીઓ મામૂલી રકમ લઈને આપી દેવાના બનાવો સામે આવતાં હતા.આ મામલે એક સતાવાર ફરિયાદ નોંધાઈ હતી.જેમાં રાજકોટના અને મૂળ ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામના ઋષિ હિંમતભાઈ ચોવટીયા નામના વ્યક્તિએ રાજકોટ તાલુકા પોલીસમાં એક સ્કોર્પિયો કાર આકાશ ઉર્ફે અકી પટેલ(રહે.કોઠારિયા રોડ રાજકોટ) અને બિલાલશા હશનશા શાહમદાર(રહે.જામનગર વાળા)ને ભાડે થી ગાડી આપી હતી.પરંતુ સમય સર ગાડી કે ભાડું પરત ન આપતા ગાડી માલિક દ્વારા બંને વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ત્યારે વધુ એક ગુનો રાત્રે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે.જેમાં રેલનગર-2માં આવેલી જાનકી વાટિકા સોસાયટીમાં રહેતા પીન્ટુભાઇ રાજેશભાઈ ચાવડા નામના વેપારીની અને મિત્રોની કુલ 26 જેટલી મોંઘી કાર રૂૂ.1.81 કરોડની આ બંને શખ્સો છેતરપીંડીથી લઈ ગયાની ફરિયાદ નોંધાવતા હાલ આ મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે.બંને આરોપીને હાલ સકંજામાં લઈ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

વધુ વિગતો મુજબ,રેલનગરમાં આવેલી જાનકી વાટિકા સોસાયટીમાં રહેતા પીન્ટુભાઇ રાજેશભાઈ ચાવડાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને મોરબી રોડ જકાતનાકા પાસે પિતૃ કૃપા કોમ્પ્લેક્સમાં મહાદેવ સેલ્ફ ડ્રાઇવિંગ નામની ઓફિસ આવેલી છે.આ ઓફિસમાં તેમની સાથે જયકિશનભાઇ ભટ્ટ, શિવમભાઈ ભટ્ટ, કૌશિકભાઈ ગાંગાણી, દેવાંગભાઈ હરસોડા અને પ્રતિકભાઈ પટેલ એમ છ પાર્ટનર છે.તેઓ પાસે કુલ 20 ગાડી છે.એક વર્ષ પહેલા પાર્ટનર જયકીશનભાઈને અક્કી પટેલનો ફેસબુક મારફતે સંપર્ક થયો હતો.તેની બેઠક આહીર ચોક પાસે છે.તેમને ક્યારેક ક્યારેક ગાડીની જરૂૂર હોય તો તેમના કસ્ટમરને ગાડી આપી તેમનું કમિશન લઈ ગાડી લઈ જતા હતા.

તેઓ બે મહિના પહેલા તેઓએ જયકિશનભાઈનો સંપર્ક કરી જામનગર વાળા બિલાલશાને ગાડી જોઈ છે તેમ કહી 10 દિવસ માટે કિયા ગાડી લઈ ગયા અને તેમના રૂૂ.30 હજાર આપ્યા હતા.બાદમાં તેઓ જણાવ્યું કે બીજી એક ગાડી ટોયોટા કેરોલા હતી.આ ગાડી ગ્રે કલરની રૂૂ.9 હજારમાં પાંચ દિવસ માટે તેઓ લઈ ગયા હતા.બાદમાં પંદર દિવસે કિયા ગાડી પરત કરી હતી.આ લોકો તેમજ આ લોકો પૈસા ટાઈમ ટુ ટાઈમ આપી દેતા તેની પર વિશ્વાસ બેઠો હતો.તેમજ આ લોકો અમારી ઓફિસે આપી અલગ અલગ 12 મોંઘી કાર લઈ ગયા હતા. તેમજ મિત્ર સાવન પરસાણાની બે ગાડી,આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક પાસે સત્યમ પાર્કમાંથી વિપુલ કરશનભાઈ રાતડીયા પાસેથી કુલ 12 કાર લઈ એમ કુલ રૂૂ.1.81 કરોડની 26 ગાડી છેતરપીંડીથી લઈ જઈ પરત આપી નહોતી.આ મામલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ હુણ સહિતના સ્ટાફે બંને આરોપીને સકંજામાં લઈ અંદાજીત 26 જેટલી ગાડી જપ્ત કરી હતી.હાલ બી ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ગોંડલીયા તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement

બન્ને ગઠિયાએ બે મહિનામાં 26 કાર લઈ જઈ 15 દિવસ ભાડું ચૂકવી વિશ્વાસ કેળવ્યો
ઝડપાયેલા અકી પટેલ અને જામનગરના બિલાલશાએ અલગ અલગ સમયે રાજકોટના ત્રણ વેપારીઓ પાસેથી 26 જેટલી કાર ભાડેથી લઈ જઈ તેમને 15 દિવસનું ભાડું ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો.ત્યારબાદ ભાડું નહીં આપી તેમજ ગાડી પરત આપવા અંગે અલગ અલગ બહાનાઓ બતાવ્યા હતા.આ ગાડી મોરબી જિલ્લાના માળિયા માં આવેલા પ્લોટમાં પડી હોવાની માહિતી મળતા ગાડી માંલિક અને વેપારીઓ ત્યાં પહોછતાં ત્યાં રાજકોટના 13 વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો.જોકે બાદમાં પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરતા અંતે આજે બંને સામે બીજો ગુનો નોંધાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement