For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાત્મા ગાંધી મ્યુઝિયમની જુલાઇ માસમાં 2390 મુલાકાતીઓએ લીધી મુલાકાત

05:04 PM Aug 05, 2024 IST | Bhumika
મહાત્મા ગાંધી મ્યુઝિયમની જુલાઇ માસમાં 2390 મુલાકાતીઓએ લીધી મુલાકાત
Advertisement

મહાત્મા ગાંધીજીની જીવન યાત્રા તેમજ તેમના સિધ્ધાંતો અંગે માહિતી મેળવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. શહેરીજનો પોતના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહી, વિવિધ રમત ગમત પ્રવૃત્તિમાં જોડાય અને રૂૂચિભાર ભાગ લે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા રમત ગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂૂપે શહેરીજનોને ફૂટબોલ ગ્રાઉન્ડ, હોકી ગ્રાઉન્ડ, ટેનીસ કોર્ટ, ક્રિકેટ ગ્રાઉન્ડ, ઇન્ડોર ગેમ્સ, એથ્લેટિક ટ્રેક સહિતના સુવિધાસભર અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ, સ્નાનાગાર, બોક્સ ક્રિકેટ વગેરે સુવિધારૂૂપી ભેટ આપે છે.

Advertisement

હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓક્ટોબર-2018માં નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવેલ મહત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે જુલાઇ-2024ના માસમાં વિવિધ 03 દેશના કુલ 14 વિદેશી મુલાકાતીઓ સહિત 2390 મુલાકાતીઓએ મુલાકાત લીધી. મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં વિવિધ 12 સ્કુલના 800 બાળકોનો પણ સમાવેશ થાય છે તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષની નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. વિશેષમાં ઓક્ટો. 2018માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ 3,12,274 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement