For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લખતરના વણામાં જિલ્લા પંચાયત સદસ્ય સહિત 23 જુગાર રમતા ઝડપાયા

11:37 AM Dec 12, 2023 IST | Sejal barot
લખતરના વણામાં જિલ્લા પંચાયત સદસ્ય સહિત 23 જુગાર રમતા ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામના રામજી મંદિર પાસેના રહેણાકના મકાનમાં મોટાપાયે અલગ-અલગ જગ્યાએથી જુગારીઓને બોલાવી રોકડ રૂૂપીયાની હારજીતનો જુગાર રમતા હોવાની ચોકકસ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાના માર્ગદર્શન હેઠળ લખતર પીએસઆઇ એન.એ.ડાભી સહિતની પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી.
રેડ દરમ્યાન પોલીસે ટેબલ ખુરશીઓ ઉપર આરામથી બેસીને ગંજીપાનાનો જુગાર રમતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય અમથુભાઇ સહિત 21 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો હાજર મળી આવ્યા ન હતા. પોલીસે ગુજરાતના અલગ-અલગ જિલ્લા અને રાજસ્થાનના પણ જુગાર રમતા 21 શખ્સોને સ્થળ પરથી ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના નેતા સાથે ઝડપાયેલુ જુગાર ધામ ભાજપ નેતાની છત્રછાયામાં જ ચાલતુ હોવાનો ગણગણાટ ચાલીરહયો છે. આ ઝડપાયેલા શખ્સો પાસેથી રૂૂપિયા 3,57,400 રોકડા, 13 મોબાઇલ કિંમત રૂૂપિયા 48,500, બે ટેબલ રૂૂ. 4000, 12 ખુરશી રૂૂ. 12000 અને 9 ટુલ સહિત કુલ 4,22,800 રૂૂપિયાનો મુદમાલ જપ્ત કર્યો હતો. આ બાબતની આગળની તપાસ લખતર પોલીસે હાથ ધરી છે.
જુગાર રમતા હરપાલસિંહ અરવિંદસિંહ રાણા(રહે.વણા), ફીરોજ નીજારએલી ગીલાણી(રહે.સાણંદ), દીલાવરસીહ હારીતસીહ રાણા (રહે.વણા), ઓમદેવસીહ હરપાલસીહ રાણા (રહે. સુરેન્દ્રનગર), અશરફ મામદભાઇ પીઠડીયા(રહે.ઉપલેટા), અમથુભાઇ દેવજીભાઇ (રહે.ખેરાળી), રોહીતસીહ હરૂૂભા રાણા (રહે.ગાંધીધામ), દીલીપભાઇ બાબુલાલ ચંચા(રહે.રાજકોટ), દેવીલાલ કચરાભાઇ પટેલ(રહે.રાજસ્થાન), ભાવેશભાઇ કોસીયા(રહે.સુરેન્દ્રનગર), ધીરજલાલ ચુનીલાલ વ્યાસ(રહે.હળવદ), સંજયભાઇ નગીનદાસ શાહ(રહે.સુરેન્દ્રનગર), સબીરભાઇ કેશરભાઇ કટીયા (રહે.માળીયા), ઘનશ્યામભાઇ જેઠાભાઇ(રહે.સુરત), સુરેશ શીવાભાઇ પટેલ(રહે.પાટણ), મનોજ મહેન્દ્રભાઇ ગણાત્રા (રહે.રાજકોટ), મનોજ મંજાજી પટેલ(રહે.ઉદેપુર), વિપુલભાઇ નટવરભાઇ સરેરીયા(રહે.રતનપર), રાજેશભાઇ રઘુવીરભાઇ ત્રિવેદી(રહે.મુળી), દેવેન્દ્રસિંહ વિક્રમસિંહ પરમાર(રહે.રતનપર), વિષ્ણુસિંહ જોરૂૂભા પરમાર(રહે.રતનપર) સહિતના ઝડપાયા છે. જ્યારે દુષ્યંતસિંહ હરપાલસિંહ રાણા, દીકુભા મુકેશસીહ રાણા( બંને રહે.વણા) સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement