For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંબર સિનેમા સામે મેડિકલ સ્ટોરમાંથી 2,10,000ની રોકડની ચોરી

12:06 PM May 15, 2024 IST | Bhumika
અંબર સિનેમા સામે મેડિકલ સ્ટોરમાંથી 2 10 000ની રોકડની ચોરી
Advertisement

ગત રાત્રી દરમિયાન તસ્કર લાકડાની બારી તોડી અંદર પ્રવેશી કાઉન્ટરમાંથી રોકડ ઉઠાવી ગયા: તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ

જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા એક મેડિકલ સ્ટોર ને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરે નિશાન બનાવી લીધો હતો, અને લાકડાની બારી તોડી અંદર પ્રવેશ મેળવી લઇ ટેબલના ખાનામાંથી રૂૂપિયા બે લાખ દસ હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાથી તેના ફૂટેજ ના આધારે પોલીસ ટુકડી તસ્કરને શોધી રહી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર સિનેમા રોડ પર આશુતોષ હોસ્પિટલની નીચેના ભાગમાં આવેલા આશુતોષ મેડિકલ સ્ટોરમાં ગઇ રાત્રી દરમિયાન કોઈ તસ્કરો ત્રાટકયા હતા, અને અંદર ટેબલના ખાનામાં રાખવામાં આવેલી એક સપ્તાહના વેપારીની 2,10,000 ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.

જે ચોરીના બનાવ અંગે મેડિકલ સ્ટોરના સંચાલક માનસ દશરથભાઈ ત્રિવેદીએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મેડિકલ સ્ટોર અને હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કાળા વસ્ત્રોમાં એક તસ્કર ચોરી કરવા આવ્યો હોવાના ફૂટેજ જોવા મળ્યા હતા. જેણે લાકડાની બારી તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને રોકડની ચોરી કરીને રફુચક્કર થયો હતો. જેના ફૂટેજ ના આધારે પોલીસે તસ્કરને શોધવા માટેની કવાયત શરૂૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement