સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

નકલી મિનિટ્સ બુકમાં 21 કર્મીઓએ સહી કર્યાનો ધડાકો

05:39 PM Jun 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મિનિટ્સ બુકમાં કર્મચારીઓની સહીઓ તપાસવા હસ્તાક્ષર નિષ્ણાંતની મદદ લેવાશે: પૂર્વ ટીપીઓ સાગઠિયાનોં જેલમાંથી કબજો લઈ 7 દિવસના રિમાન્ડ મગાયા

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાનો જેલમાંથી કબજો લઈ સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. મીનીટ્સ બુકમાં છેડછાડ કરવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતાં આ નકલી મીનીટ્સ બુક કે જે પૂર્વ ટીપીઓ સાગઠીયાના કહેવાથી બનાવવામાં આવી હતી. તેમાં ટીપી શાખાના 21 કર્મચારીઓએ સહીઓ કરી હોવાનો ધડાકો થયો છે. આ મામલે હવે ક્રાઈમ બ્રાંચે આગળ તપાસ ધપાવી નકલી મીનીટ્સ બુકમાં કરેલી 21 કર્મચારીઓની સહી સાચી છે કે ખોટી તે ? તે જાણવા હસ્તાક્ષર નિષ્ણાંતોની મદદ લેવામાં આવશે. આ મામલે ક્રાઈમ બ્રાંચની ટીમે જરૂરી પડયે જે 21 કર્મચારીઓની સહી નકલી મીનીટ્સ બુકમાં છે તે તમામને પુછપરછ માટે બોલાવવામાં આવશે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાની ધરપકડ બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. બીજી તરફ આ મામલે તપાસમાં ટીપી શાખાના અધિકારી દ્વારા ખોટુ રેકર્ડ ઉભુ કરી મીનીટ્સ બુકમાં છેડછાડ કરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું. રિમાન્ડ ઉપર રહેલા એટીપી રાજેશ મકવાણા અને આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરીએ ગુનાની કબુલાત આપી હતી. તેમજ આ પ્રકરણની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે જેમાં પૂર્વ ટીપીઓ સાગઠીયાએ આગ લાગ્યાની ઘટનાની રાત્રે જ પોલીસ પુછપરછથી બચવા માટે અને ધરપકડ ન થાય તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને મીનીટ્સ બુકમાં ટીપી શાખાના કર્મચારીઓને સહી કરવા દબાણ કર્યુ હતું અને આ નકલી મીનીટ્સ બુક પૂર્વ ટીપીઓ સાગઠીયા દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. આ મામલે જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો ક્રાઈમ બ્રાંચે લીધો છે અને હવે આ અંગે વિશેષ તપાસ માટે તેની સાત દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

આગ કાંડની ઘટનામાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરનાર પૂર્વ ટીપીઓ સાગઠીયાના આ કરતૂત અંગે સજ્જડ પુરાવા મેળવી ક્રાઈમ બ્રાંચે તેનો જેલમાંથી કબજો મેળવ્યો છે. સાગઠીયાએ નકલી મીનીટ્સ બુક તૈયાર કરી હોય જેમાં ટીપી શાખાના વોટસએપ ગ્રુપમાં તાત્કાલીક મીટીંગ બોલાવી તે મીનીટ્સ બુકમાં ધરાર તમામ કર્મચારીઓને સહી કરવા દબાણ કર્યુ હતું. જો કે આ મામલે કેટલાક કર્મચારીઓએ સહી કરવાની ના પાડી દીધી હોય ત્યારે નકલી મીનીટ્સ બુકમાં જે 21 કર્મચારીઓની સહી છે તે સાચી છે કે સાગઠીયા અને તેના મળતીયાઓ દ્વારા નકલી સહીઓ કરવામાં આવી છે ? તે જાણવા માટે હવે ક્રાઈમ બ્રાંચ આ નકલી મીનીટ્સ બુકને હસ્તાક્ષર નિષ્ણાંતો પાસે તપાસ અર્થે મોકલશે અને સહી કરનાર ટીપી શાખાના 21 કર્મચારીઓની સહીના નમુના સાથે તે મેચ કરવામાં આવશે.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયાની આ નકલી મીનીટ્સ બુક પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે તો બીજી તરફ આ મામલે એસીબી પણ સાગઠીયાની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરી રહી છે. સાગઠીયાએ પોતાના બચાવમાં ટીપી શાખાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વિવિધ મીટીંગોની મીનીટ્સ બુક પુરાવા તરીકે રજુ કરી હતી જેમાં અલગ અલગ તારીખે યોજાયેલી મીટીંગની નોંધ હતી અને તેમાં 21 જેટલા ટીપી શાખાના કર્મચારીઓની સહી લેવામાં આવી હોય તેમાં એટીપી, સર્વેયર સહિતના કર્મચારીઓની સહી છે આ મામલે હવે જો તપાસમાં 21 કર્મચારીઓની સહીમાંથી નકલી સહી કરવામાં આવી હશે તો તે બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે.

એટીપી મકવાણા અને આસિ. ઈજનેર ચૌધરીની ખોટું રેકર્ડ ઊભું કર્યાની કબૂલાત
અગ્નિકાંડની ઘટનામાં પોતાને બચાવવા માટે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાએ પોતાના તાબા હેઠળનાં કર્મચારીઓને ડરાવી, ધમકાવીને આ ઘટનામાં પોતાની ધરપકડ ન થાય તે માટેનો પ્લાન ઘડી કાઢયો હોય તેમાં ટીપી શાખાના કેટલાક અધિકારીઓએ સાગઠીયાનો સાથ આપ્યો હોય જેમાના તત્કાલીન એટીપી રાજેશ મકવાણા અને આસીસ્ટન્ટ એન્જીનીયર જયદીપ ચૌધરીની તાજેતરમાં ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચે રિમાન્ડ પર પુછપરછ શરૂ કરી છે. જેમાં એટીપી રાજેશ મકવાણા અને એન્જીનીયર જયદીપ ચૌધરીએ ટીપી શાખાના અધિકારીના કહેવાથી ખોટુ રેકર્ડ ઉભુ કરી જુનુ રજીસ્ટર સળગાવી નાખ્યાની કબુલાત આપી દીધી છે ત્યારે હવે આ બન્ને સાથે આ પ્રકરણમાં અન્ય કોની કોની સંડોવણી છે ? તે ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

દસ્તાવેજોમાં ચેડાં કરવાનો પ્લાન એટીપી ગૌતમ જોષીએ ઘડયો’તો
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ પોતાના બચાવમાં આવી ગયા હોય ત્યારે ટીઆરપી ગેમઝોન કે જે ગેરકાયદેસર હતું તે ઈમ્પેકટ ફી વસૂલી કાયદેસર કરવાનું કાવતરું રચાયું હોય આ કાવતરાનો મુખ્ય સુત્રધાર એટીપી ગૌતમ જોષી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગેમઝોન સંચાલકોએ જે ઈમ્પેકટ ફીનો પ્લાન રજુ કર્યો હતો. તે મુળ ગેરકાયદેસર હતો છતાં અગ્નિકાંડ બાદ પોતાને બચાવવા સાગઠીયા અને તેના મળતીયાઓએ જુની તારીખમાં આ પ્લાન ઈનવર્ડ કરાવ્યો હોવાનું અને દસ્તાવેજો સાથે ચેડા કર્યાનું ખુલ્યું હતું. આ સમગ્ર પ્રકરણનો આઈડીયા અગાઉ સાગઠીયા સાથે જ ધરપકડ કરાયેલા એટીપી ગૌતમ જોષીનો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ પ્રકરણમાં તેની સાથે કોણે કોણે સંડોવાયેલું છે ? તે મામલે તપાસ બાદ ચોંકાવનારી હકીકત સામે આવી શકે છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot firerajkot newsTRP Game zone Fire
Advertisement
Next Article
Advertisement