For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

21 હત્યા કરનાર શિવો વધુ એક હત્યા કરે તે પૂર્વે ઝડપાયો

04:23 PM May 06, 2024 IST | Bhumika
21 હત્યા કરનાર શિવો વધુ એક હત્યા કરે તે પૂર્વે ઝડપાયો
Advertisement

શિવા મહાલિંગમમાંથી આફતાબ બનેલા ખૂંખાર ગુનેગાર સામે 107 કિલો ચાંદીની ધાડ સહિત રાજકોટમાં પણ ગુના નોંધાયા છે

અમદાવાદના કાફે માલિક સાથે ચાલતી ધંધા હરિફાઇમાં હત્યા કરવા આવ્યો હતો

Advertisement

આંતરરાજ્ય ગેંગના સુરેન્દ્રનગર ખાતે 107 કિલો ચાંદીની ધાડના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો છે. કુખ્યાત શિવા મહાલિંગમ અને તેનો સાગરીત, અમદાવાદ કાફેના માલિકની હત્યા કરે તે પહેલા સુરત ક્રાઈમ બ્રાંચે તેમને 2 પિસ્ટલ તથા 10 કાર્ટિઝ સાથે ઝડપી પાડ્યા છે. માનદરવાજાથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ ઉપર નેશનલ ગેરેજની સામે એક વ્યક્તિ પિસ્ટલ લઈને ઊભો હોવાની બાતમી મળી હતી. જેના આધારે આરોપી શોએબ ઉર્ફે શાહરૂખ અસ્લમભાઇ શેખને પકડી પાડ્યો હતો. આ હથિયારો મંગાવનાર અને પુરા પાડનાર આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુર્ગયન પિલ્લઈ તથા ફીરોઝ ઉર્ફે લંગડો સિરાજુદ્દીન શેખને પણ પકડી પાડયા છે.

શિવા મહાલિંગમની પૂછપરછ કરતાં તેમની અમદાવાદ ખાતે સીજી રોડ પર રતલામ કાફેના માલિક મુદ્દસર ખાન તેમજ બાબુ મુજાહિદ તથા મુશ્કીન સાથે ધંધાકીય હરીફાઈને લઈને મનદુ:ખ ચાલે છે. જેથી તેમની હત્યા કરવાના ઇરાદે શાહરૂૂખ પાસેથી હથિયારો મેળવ્યા હતા. અમદાવાદ પોલીસ તેમને શોધતી હોવાથી તેમણે સુરતમાં આવીને ધામો નાંખ્યો હતો. સુરતમાં આવીને હથિયાર મેળવ્યા હતા અને કાફેના ત્રણેય માલિકો પૈકી જે મળી આવે તેને મારવા માટે હથિયારો લાવ્યાની કબૂલાત કરી હતી. હત્યાના ગુનાને અંજામ આપે તે પહેલા હથિયાર સાથે ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યા હતા. મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ અમદાવાદમાં છ માસ પહેલાં હથિયાર સાથે પકડાયો હતો અને ફીરોજ સાથેના ગુનામાં વોન્ટેડ છે. શોએબ ઉર્ફે શાહરૂૂખ અસ્લમભાઇ શેખ અમદાવાદ ડી.સી.બી. ખાતેના હથિયારના ગુનામાં વોન્ટેડ છે.

શિવા મહાલિંગમ એક કુખ્યાત આંતરરાજ્ય ગુનેગાર છે.અગાઉ 21થી વધારે હત્યા, ધાડ, લૂંટ અને હથિયારના ગુનાઓમાં પકડાયો છે. શિવા અને ફિરોજ દ્વારા વર્ષ 2012માં કરશનભાઈ પટેલ (અમદાવાદ)ના નીમા ફાર્મ ખાતે બંગલામાં ધાડના ગુનામાં, વડોદરાનાં કુખ્યાત અઝરુદીન ઉર્ફે અજ્જુ કાણીયાની જેલમાં હત્યા તેમજ 8થી વધુ આર્મ્સ એક્ટના ગુનાઓ તેમજ 3 હત્યાના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે.પોલીસે મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુગયન પિલ્લઇ, ફીરોઝ ઉર્ફે લંગડો સિરાજુદ્દીન શેખ અને શોએબ ઉર્ફે શાહરૂૂખ અસ્લમભાઇ શેખની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement