For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્ર્વના અબજોપતિઓની યાદીમાં 200 ભારતીય સામેલ

05:32 PM Apr 03, 2024 IST | Bhumika
વિશ્ર્વના અબજોપતિઓની યાદીમાં 200 ભારતીય સામેલ
  • 100 બિલિયન ડોલરની કલબમાં સામેલ થતા મુકેશ અંબાણી પ્રથમ એશિયન: 200 અબજપતિઓની યાદીમાં 25 નવા ચહેરા, કેટલાક બહાર: ટોચના ધનીકોની સંપત્તિ 954 બિલિયન ડોલર

Advertisement

ફોર્બ્સની 2024 માટે વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં 169 ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન છે, જે ગયા વર્ષના 675 બિલિયન કરતાં 41 ટકા વધુ છે.

ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ટોચના સ્થાને છે, જેમની નેટવર્થ 83 બિલિયનથી વધીને 116 બિલિયન ડોલર થઈ છે, જેનાથી તેઓ 100 બિલિયન ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે. મુકેશ અંબાણીએ વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.
આ યાદીમાં ગૌતમ અદાણી બીજા સૌથી અમીર ભારતીય છે. તેમની સંપત્તિમાં 36.8 બિલિયનનો વધારો થયો છે. તેઓ 84 બિલિયનની નેટવર્થ સાથે યાદીમાં 17મા ક્રમે છે. સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે. ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં તેમનું નામ ચોથા સ્થાને છે. એક વર્ષ પહેલા તે છઠ્ઠા સ્થાને હતી. તેમની કુલ સંપત્તિ 33.5 બિલિયન છે.
આ યાદીમાં 25 નવા ભારતીય અબજોપતિઓએ પ્રવેશ કર્યો છે. જેમાં નરેશ ત્રેહાન, રમેશ કુન્હીકન્નન અને રેણુકા જગતિયાનીના નામ સામેલ છે. તે જ સમયે, બાયજુ રવિન્દ્રન અને રોહિકા મિસ્ત્રીનું નામ યાદીમાંથી બહાર રહી ગયું છે.

Advertisement

આ છે ભારતના 10 સૌથી અમીર લોકો
મુકેશ અંબાણી- 116 અબજ ડોલરની કુલ સંપત્તિ
ગૌતમ અદાણી- નેટ વર્થ 84 બિલિયન ડોલર
શિવ નાદર- નેટ વર્થ 36.9 બિલિયન ડોલર
સાવિત્રી જિંદાલ- નેટ વર્થ 33.5 બિલિયન
દિલીપ સંઘવી- નેટ વર્થ 26.7 બિલિયન ડોલર
સાયરસ પૂનાવાલા - નેટ વર્થ 21.3 બિલિયન
કુશલ પાલ સિંહ- નેટ વર્થ 20.9 બિલિયન ડોલર
કુમાર બિરલા - નેટ વર્થ 19.7 બિલિયન
રાધાકિશન દામાણી- નેટ વર્થ 17.6 બિલિયન ડોલર
લક્ષ્મી મિત્તલ- નેટ વર્થ 16.4 બિલિયન ડોલર

Advertisement
Tags :
Advertisement
Advertisement