For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

20ની ગતિ મર્યાદાનું સોગંદનામું આપો, ફિટનેસ સર્ટિ લઇ જાવ

04:40 PM Jun 11, 2024 IST | Bhumika
20ની ગતિ મર્યાદાનું સોગંદનામું આપો  ફિટનેસ સર્ટિ લઇ જાવ
Advertisement

સ્કૂલવર્ધી વાહનચાલકોએ એફિડેવિટ નહીં આપતા પ્રક્રિયા અટકાવાઇ, ઘર્ષણ: 3 મહિનાનો સમય આપવા માંગ

Advertisement

રાજકોટ અગ્નિકાંડ બાદ બાળકોની સુરક્ષા માટે રાજકોટ સહિતની આરટીઓ કચેરી એક્શનમાં આવી ગઇ હતી અને ફાયર સહિતના સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં અને આરટીઓના નિયમનું પાલન નહી કરનાર સ્કૂલવર્ધીના વાહનો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપતા વાન ચાલકોની મુશ્કેલી વધી ગઇ છે અને તેના કારણે ઘણી જગ્યાએ વિવાદ થયો છે. તેમજ આરટીઓએ પણ પોતાનું વલણ જાળવી રાખતા સ્કૂલવાન એસોસિએશનની ચિંતમાં વધારો થયો છે અને નિયમ પાળવા તેમજ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

હાલ સ્કૂલવર્ધી વાહનચાલક 20 કિમીની સ્પીડે વાહન ચલાવવાની એફિડેવિટ રજૂ કરનારના જ આરટીઓમાં ફિટનેસ કરી અપાય છે. એફિડેવિટ નહીં આપનારને વાહનનું ફિટનેસ કરી અપાતું નથી. સોમવારે આરટીઓ સાથે યોજાયેલી બેઠકમાં પણ ફિટનેસ સમય વધારી આપવા ફરીવાર રજૂઆત કરી હતી. એસોસિએશનને કહ્યું કે, અમદાવાદમાં 15 હજાર વાહનો હોવાથી ફિટનેસની કામગીરી ઝડપી કરવા એસોસીએશને રજૂઆત પણ કરી છે.
આ અંગે સ્કૂલ વર્ધી એસોસિએનનો પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, સ્કૂલો શરૂૂ થાય તે પહેલાં સ્કૂલવર્ધીના વાહનમાં ફિટનેસ અને પરમિટની પ્રક્રિયા પૂરી કરાવવી પડે છે. જેના માટે ઇન્સ્યોરન્સ, પ્રાઇવેટમાંથી કોમર્શિયલ અને અન્ય ખર્ચા મળી અંદાજે 50 હજાર સુધીનો ખર્ચ થાય છે. જે ચાલકને પરવડે તેમ નથી. આથી ફિટનેસ અને પરમિટની પ્રક્રિયા માટે ત્રણ મહિનાની સમય મર્યાદા વધારી આપવા કમિશનર સમક્ષ માગ કરાઈ છે.

સુભાષબ્રિજ આરટીઓ જે.જે. પટેલે જણાવ્યું કે, સ્કૂલવર્ધીના તમામ નિયમોમાં હાલ કોઇ બાંધછોડ કરાઇ નથી. તમામ નિયમોનું કડક પાલન કરાવાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement