For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્માર્ટ મીટરધારકોને 2 ટકાનો ફાયદો

04:50 PM Jun 27, 2024 IST | admin
સ્માર્ટ મીટરધારકોને 2 ટકાનો ફાયદો
Advertisement

બીલિંગ સાઈકલ દરમિયાન પોઝિટિવ બેલેન્સ હશે તો એનર્જી ચાર્જમાં 2 ટકા રીબેટ, સોલાર/પવન ઉર્જા વપરાશકારને વીજળી યુનિટે 50 પૈસા સસ્તી પડશે

ગુજરાત વિજળી નિયમન પંચ (જર્ક) દ્વારા સમગ્ર ગુજરાતના વિજ વપરાશકારોને રાહત આપતો ચુકાદો આપવામાં આવ્યો છે. 1 જુન 2024 થી લાગુ કરવામાં આવતાં નવા ટેરીફમાં સ્માર્ટ મીટર ધારકોને બીલીંગ પીરીયડ દરમિયાન પોઝીટીવ બેલેન્સ જાળવી રખાયું હોય તો એનર્જી ચાર્જમાં 2 ટકાની રાહત આપવામાં આવી છે. ઉપરાંત ગ્રીન પાવર ટેરીફ 1.5 રૂા.1 યુનિટને ઘટાડીને 1 રૂા.પ્રતિ યુનિટ કરી દેવામાં આવ્યો છે. સ્માર્ટ મિટર બાબતે ગ્રાહકોમાં નારાજગી બાદ હવે પારોઠના પગલા ભરાયા છે.
રાજ્યમાં જર્ક દ્વારા વખતો વખત ટેરીફ ઓર્ડર બહાર પાડવામાં આવે છે.
હાલમાં જ પુરી થયેલી ચુંટણીના પગલે આ વખતે ટેરીફ ઓર્ડર 1 જુન 2024 થી લાગુ કરવામાં આવ્યા છે.
દર વર્ષે 1 એપ્રિલના રોજ નવા ટેરીફ ઓર્ડર લાગુ કરવામાં આવે છે. આ વખતે નવા ટેરીફ ઓર્ડરમાં બિન પરંપરાગત ઉર્જાસ્ત્રોતથી મેળવાતી વીજળીને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન પાવર ટેરીફમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
અગાઉ સામાન્ય ટેરીફ ઉપર વધારાના 1.5 રૂા.પ્રતિ યુનિટ ગ્રીન પાવર ટેરીફ ચુકવવો પડતો હતો. હવે ગ્રીન પાવર ટેરીફમાં 50 પૈસા પ્રતિ યુનિટનો ઘટાડો કરી નવો ચાર્જ રૂા.1 પ્રતિ યુનિટ ઉઘરાવવામાં આવશે.
રાજ્યભરમાં સ્માર્ટ મિટર બાબતે અલગ અલગ ડીસ્કોમમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. આ વિરોધને પગલે સરકારે સ્માર્ટ મિટર લગાવવા પર બ્રેક પણ લગાવી પડી હતી.
હવે જર્ક દ્વારા સ્માર્ટ મિટર બાબતે લોકોને આકર્ષવા માટે એનર્જી ચાર્જમાં 2 ટકા રીબેટ આપવાનો ઓર્ડર કરાયો છે. આખા મહિના દરમિયાન પોઝીટીવ બેલેન્સ હોય તો ગ્રાહકને એનર્જી 2 ટકા રીબેટ આપવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement