For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના વંથલીમાં બેકાબૂ બનેલું ટ્રેકટર ગટરમાં ખાબકતાં 2 મજૂરના મોત, ટ્રેકટર ચાલકનો બચાવ

05:53 PM Jun 13, 2024 IST | Bhumika
જૂનાગઢના વંથલીમાં બેકાબૂ બનેલું ટ્રેકટર ગટરમાં ખાબકતાં 2 મજૂરના મોત  ટ્રેકટર ચાલકનો બચાવ
Advertisement

હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારોમાં થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.જૂનાગઢના વંથલી નજીક વાલીયા સીમ વિસ્તારમાં બેકાબૂ બનેલું ટ્રેકટર પલટી ખાઈને ગટરમાં ખાબક્યું હતું. અને અકસ્માતમાં ટ્રેકટરમાં સવારે બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ટ્રકચાલકનો બચાવ થયો હતો. ટ્રેકટરમાં સવાર બે લોકોના મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર ટ્રેક્ટર લાકડા ભરવા જતું હતું આ દરમિયાન વાલીયા સીમ વિસ્તાર નજીક ચાલકે કાબુ ગુમાવતા ગટરમાં ખાબક્યું હતું. આ ઘટનાની જાણ થતા સીમ વિસ્તાર આસપાસના ખેડૂતો એકઠા થયા હતા. ટ્રેક્ટરમાં સવાર રફીક ઉમરભાઈ મીર (ઉં.વર્ષ 25) અને તોફિક મિર (ઉં.વર્ષ 15) આ બંનેના ઘટના સ્થળે મોત થયા હતા. આ બંને મજૂરોના મોતથી પરિવાર પર માતમ છવાયો. હાલ આ બંનેના મૃતદેહને વંથલી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement