For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના વેપારી સાથે 2.36 કરોડની ઠગાઇ

12:18 PM Jun 13, 2024 IST | Bhumika
મોરબીના વેપારી સાથે 2 36 કરોડની ઠગાઇ
Advertisement

દુબઇ અને તામિલનાડુના એજન્ટે ટાઇલ્સનો માલ મગાવી નાણાં ન આપ્યા

મોરબીના સિરામિક વેપારીઓ પાસેથી માલ મંગાવી પછી રૂૂપિયા નહીં આપી છેતરપીંડી કરવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે ત્યારે દુબઈના વેપારી અને તામિલનાડુના એજન્ટે મળિ મોરબીના ટાઈલ્સના વેપારી પાસેથી કાવતરું રચી માલ મંગાવી વેપારીની મંજૂરી વગર માલ રીલીઝ કરાવી બધો જ દુબઈના પરથી સગવેગે કરી મોરબીના વેપારીને નાણ નહી ચુકવી રૂૂ. 2,36,48,805 ની છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ તેજસ પાર્ક રામકો બંગ્લોઝની પાછળ સ્વર્ગ વિહાર ફ્લેટ નં -702મા રહેતા અને વેપાર કરતા કપિલભાઈ કાંતિલાલ ગોરીયા (ઉ.વ.26) એ આરોપી ((1) PURE STONE FOR STON FIXING L.L.C. (2) PURE STONE FOR STON FIXING L.L.C.ના ફાઇનાન્સ મેનેજર રમીઝ રહે બન્ને અલ સલામ સ્ટ્રીટ, સી-13, ઇસ્ટ 9-2, 3 જો માળ, અબુધાબી, દુબઇ (માલ મંગાવનાર ) (3) (3) Global Cargo Logistix Pvt. Ltd.ના માલીક પ્રભાકરણ ગોપાલાસ્વામી

(4) Global Cargo Logistix Pvt. Ltd. ના માલીક રવી ચાંદની રહે- બન્ને ઓલ્ડ નં -89, ન્યુ નં- 181, થાંબુ ચેટી સ્ટ્રીટ મનાડી, ચેન્નઇ -600011 તમીલનાડુ (માલ મોકલનાર એજન્ટ ) વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી આરોપીPURE STONE FOR STON FIXING L.L.C. માલીક મહમદ દુદમક તથા ફાઇનાન્સ મેનેજર રમીઝએ ફરીયાદી પાસે 51 કંટેનર સીરામીક ટાઇલ્સ કિ.રૂૂ. 2,36,48,805/- જેટલી રકમનો માલ બુક કરાવી મુંદ્રા પોર્ટ થી દુબઇ ખાતે એજન્ટ Global Cargo Logistix Pvt. Ltd.ના માલીક ગોપાલાસ્વામી પ્રભાકરણ તથા રવી ચાંદનીઓ સાથે કાવતરૂૂ રચી મંગાવી લઇ ફરીયાદીની મંજુરી વગર Global Cargo Logistix Pvt. Ltd સીપર તરીકે તેમજ ઙ> PURE STONE FOR STON FIXING L.L.C.ને ખરીદનાર તરીકે બતાવી અને ફરીયાદીની મંજુરી વગર ળફતયિિં બશહહ જ્ઞર હફમશક્ષલ સરેન્ડર નહી કરવાનુ જણાવેલ હોવા છતા પોર્ટ ઓર્થોરીટીને માલ રીલીઝ કરવા અંગે કોઇ વાંધો ન હોઇ તેવા દસ્તાવેજોમા સહી સીક્કા કરી પોતે ખઝઘ ના તથા સીપીંગના નિયમોનુ ઉલંઘન કરી કાવતરૂૂ રચી બધોજ માલ દુબઇની પોર્ટ પરથી એકબીજાની મદદથી સગેવગે કરી ફરીયાદીના નાણા નહી ચુકવી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યો હતો જેથી ભોગ બનનાર વેપારી કપિલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -409,406,420,114,120બી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement