For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

18મી લોકસભાનો શપથવિધિ અને શોરબકોર સાથે પ્રારંભ

04:04 PM Jun 24, 2024 IST | admin
18મી લોકસભાનો શપથવિધિ અને શોરબકોર સાથે પ્રારંભ

પ્રોટેમ સ્પીકર મુદ્દે વિપક્ષની સંસદ બહાર બંધારણ સાથે કૂચ, NEET મુદ્દે સરકારને ઘેરી; મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના મંત્રીઓના શપથ

Advertisement

18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂૂ થઈ ગયું છે. સૌપ્રથમ ગૃહમાં રાષ્ટ્રગાન થયું, ત્યારબાદ અગાઉના ગૃહના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પછી પીએમ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. મોદી બાદ તેમની કેબિનેટના લોકસભા સાંસદોએ શપથ લીધા હતાં.
સત્રની શરૂૂઆત પહેલા સંસદ પહોંચેલા પીએમ મોદીએ કહ્યું- દેશ ચલાવવા માટે દરેકની સહમતિ જરૂૂરી છે. અમે બધાને સાથે લઈ આગળ વધવા ઇચ્છીએ છીએ. અમે બંધારણની મર્યાદાઓનું પાલન કરીને દેશને આગળ લઈ જવા માગીએ છીએ. દેશને જવાબદાર વિપક્ષની જરૂૂર છે.
નવા સાંસદો આજે અને આવતીકાલે સંસદમાં શપથ લેશે. આ પહેલા બીજેપી સાંસદ ભર્તુહરિ મહતાબને સોમવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતા. આજે ગૃહમાં પહેલા દિવસે NEETની પરીક્ષા મુદ્દે હોબાળો થયો હતો.
વિપક્ષોએ ગૃહમાં આવતા પહેલા બંધારણની નકલ લઈને કુચ કરી હતી. વિપક્ષોમાં મલ્લીકાર્જુન ખડગેએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે મોદીજી બંધારણ તોડે છે એટલે અમે વિરોધ કરી રહ્યાં છીએ.

ધર્મેન્દ્ર પ્રધાન વિરુધ્ધ “NEET NEET, SHAME SHAME’ના સૂત્રોચ્ચાર

Advertisement

18મી લોકસભાનું પહેલું સત્ર શરૂૂ થઈ ગયું છે. આ દરમિયાન ગૃહમાં સૌથી પહેલા રાષ્ટ્રગાન થયું અને બાદમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ. ત્યાર પછી વડાપ્રધાન મોદી સહિતના સાંસદોએ શપથ લેવાનું શરૂૂ કર્યું. આ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શપથ લેવા ઊભા થયા ત્યારે વિપક્ષી સભ્યોએ“NEET NEET, SHAME SHAME’ના સૂત્રોચ્ચાર કરીને ભારે હોબાળો કર્યો. નોંધનીય છે કે વિપક્ષ નીટ પેપર લીક મામલામાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement