સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

પુત્રવધૂ સાથે ઝઘડો કરતા મૂકબધિર સાસુનું કાઉન્સેલિંગ કરાવતી 181 ‘અભયમ’

04:54 PM Jun 27, 2024 IST | admin
Advertisement

181 મહિલા હેલ્પલાઇનમાં મહિલાઓને ઘરેલું હિંસા ઉપરાંત, દુર્વ્યવહાર કે છેડતીના કિસ્સામાં બચાવ અને સલાહ આપવામાં આવે છે.એટલું જ નહીં, શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્નજીવન તેમજ અન્ય સબંધોના વિખવાદ,જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી તેમજ આર્થિક ઉપાર્જનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવે છે.રાજ્ય સરકારે અભયમ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવી છે.

Advertisement

તા.26ના 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર પીડિતા દ્વારા રાજકોટ શહેરના મોરબી રોડ વિસ્તાર માંથી એક કોલ આવ્યો હતો.જેઓ ને સાસુ દ્વારા હેરાનગતિ હોય આથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ સ્થિત અભયમ ટીમના કાઉન્સેલર કૃપાલીબેન ત્રિવેદી,મહિલા કોન્સ્ટેબલ મયુરીબેન પરમાર અને પાયલોટ મુકેશભાઈ ઘટના સ્થળ પર પહોંચતા પીડિતા એ જણાવેલ તેમના સાસુ મુકબધિર છે તેઓ ઘરકામ તથા અન્ય બાબતોથી ઝઘડો કરીને ઘર ની બહાર નીકળી જાય છે ને પરત આવીશ નહિ તેમ કહે છે,તેઓ બોલી કે સાંભળી શકતા નથી.પરંતુ તેઓ ને એમજ થાય કે બધા આખો દિવસ મારી સાથે બોલે વાતો કરે બસ.

તેથી પીડિતાના સાસુ સાથે સાંકેતિક ભાષામાં સમસ્યાની ચર્ચા કરતા તેઓએ જણાવ્યું કે મારી વહુ ,દીકરોને મારા પતિ ને લઈ જાવ પોલીસ સ્ટેશન માં મારી સાથે ઝઘડો કરે છે,મોઢું ફુલાવીને ફરે છે ત્યારબાદ સાંકેતિક ભાષામાં કાઉન્સેલિંગ કરતા તેઓ ખુદની લાગણી,વ્યથા ક્યારેય વ્યક્ત કરી શકતા ન હોય અને ક્યારેક પરિવાર પણ નથી સમજી શકતો તેવું પણ થતું હોય,ટીમ અભયમ ના કાઉન્સેલિંગ થી ખુબજ ખુશ થઈ ગયા ને ફરી થી સાસુ વહુ ઝઘડો કરીશું નહિ અને બધા હળીમળી ને સાથે રહેશું કહીને મુક બધિર મહિલા એ 181 અભયમ ટીમ ને સાંકેતિક સેલ્યુટ કરી આભાર વ્યક્ત કર્યો હતો.

Tags :
181fightgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement