સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

17 પોલીસના કાફલાએ ચાર દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડયા, બુલડોઝર ફેરવી દીધું

04:48 PM Jun 25, 2024 IST | admin
Advertisement

ગુજરાતમાં દારૂૂબંધી છે છતા બેફામ દારૂૂનું વેંચાણ થાય છે તે કોઈ નવી વાત નથી.રાજકોટમાં આવેલા દેશી દારૂૂના હબ ગણાતા થોરાળા વિસ્તારમાં શરાબનું બાર ધમધમતું હોય,તેવો એક વીડિયો વાયરલ થયો છે.જેને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ છે.ત્યારબાદ થોરાડા પોલીસે ચાર સ્થળે દરોડો પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ,થોરાળા પોલીસ મથક વિસ્તારમાં જાહેરમાં દેશી દારૂૂ સાથે બાઇટિંગ પીરસી વ્યવસ્થિત બાર ચલાવવામાં આવતું હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો.જે બાદ થોરાળા પોલીસ મથકના પીઆઈ જી.એન.વાઘેલાની રાહબરીમાં પીએસઆઈ જે.એમ.પરમાર,એમ.એસ.મહેશ્વરી તેમજ 17 થી વધું પોલીસનો કાફલો કુબલીયાપરામાં ઘસી ગયો હતો અને બેરોકટોક ચાલતી દેશી દારૂૂની ભઠ્ઠીમાં દરોડો પાડી ચાર બુટલેગરોની અટકાયત કરી હતી.
પોલીસે દરોડા દરમિયાન દેશી દારૂૂ 285 લીટર અને 1200 લિટર આથો કુલ રૂૂ. 8100 નો મુદ્દામાલ ઝડપી તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ દેશી દારૂૂ બનાવવા માટેના સાધનો બહાર કાઢી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં થોરાળા પોલીસે કુબલિયાપરામાં રહેતાં શિવા પ્રવિણ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી પાંચ લિટર દારૂૂ પકડ્યો હતો.જ્યારે ખોડિયારનગર શેરી નં.7/8 ના ખૂણેથી લક્ષ્મી બીપીન ઉર્ફે બુધ્ધા નંદાસીયાને 10 લીટર દારૂૂ સાથે તેમજ કુબલિયાપરામાં રહેતાં સૂભાસ ચમન સોલંકીને 270 લીટર દારૂૂ સાથે અને વિજય ઉર્ફે અજય ઉમેશ સોલંકીને 1200 લીટર આથા સાથે પકડી લેવામાં આવ્યા હતા.

Advertisement

Tags :
alcoholgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement