For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાકીદારોની વધુ 17 કોમર્સિયલ મિલકત સીલ, 16 આસામીઓને જપ્તીની નોટિસ

04:45 PM Jan 01, 2024 IST | Sejal barot
બાકીદારોની વધુ 17 કોમર્સિયલ મિલકત સીલ  16 આસામીઓને જપ્તીની નોટિસ

વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત મિલ્કત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી આજે વધુ 17 કોમર્શીયલ મિલ્કત સીલ કરી 16 મિલ્કત ધારકોને જપ્તીની નોટિસ ફટકારી હતી. જ્યારે સ્થળ ઉપર રૂા. 19.48 લાખની વેરાવસુલાત કરી હતી.
વેરાવિભાગ દ્વારા આજે 17 - મિલ્કતોને સીલ, 16- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ અને રૂૂા.19.48 લાખ રીકવરી, મોરબી રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.17 લાખ, 80 ફુટ રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.63 લાખ, ચુનારવાડા રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, રામનાથ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, પુષ્કરધામ મેઇન રોડ આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.32,800, કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રેક્વરી રૂૂ,.1.31 લાખ, મવડી રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ. 1.01 લાખ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, વાવડીવિસ્તારમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.13 લાખ, 80 ફુટ રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, નવલનગરમાં 1-યુનિટને નોટીસ સામે રૂ.30,000ની વસુલાત કરી હતી. મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા દ્વારા આજે સવારથી મણિનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,000, વૈધવાડીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.15 લાખ ગુંદાવાડીમાં 1-યુનિટને નોટીસ આપેલ, ઢેબર રોડ પર આવેલ શિવાનંદ કોમ્પ્લેક્ષ સીલ, 80 ફુટ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપેલ, કોઠારીયા બાયપાસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, કોઠારીયા બાયપાસ રોડ પર આવેલ 2-યુનિટને નોટીસ આપેલ, કોઠારીયા મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.31 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરી રૂૂ.72,880ની વસુલાત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement