For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ED-ITની તપાસનો સામનો કરતી 41 કંપનીઓએ ભાજપને 1698 કરોડ આપ્યા

05:49 PM Mar 23, 2024 IST | Bhumika
ed itની તપાસનો સામનો કરતી 41 કંપનીઓએ ભાજપને 1698 કરોડ આપ્યા

Advertisement

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. અરજદારો, જેઓ ઇલેક્ટોરલ બોન્ડ્સ પર પ્રતિબંધ મૂકવા અને તેમને સંબંધિત માહિતીને સાર્વજનિક કરવા માટે કાનૂની લડાઈ લડી રહ્યા છે, તેમણે શુક્રવારે કહ્યું કે તેઓ સીબીઆઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આવકવેરા વિભાગ દ્વારા તપાસનો સામનો કરી રહ્યા છે. 41 કંપનીઓએ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા રૂૂ. 2,471 કરોડ આપ્યા હતા અને તેમાંથી રૂૂ. 1,698 કરોડ આ એજન્સીઓના દરોડા પછી આપવામાં આવ્યા હતા.

એક પ્રેસ કોન્ફરન્સમાં અરજદારોના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે ઓછામાં ઓછી 30 નકલી કંપનીઓએ 143 કરોડ રૂૂપિયાથી વધુના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને ભાજપને દાન આપ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી 172 મોટા કોન્ટ્રાક્ટ અને પ્રોજેક્ટ મેળવનાર 33 કંપનીઓએ પણ ચૂંટણી બોન્ડ દ્વારા દાન આપ્યું છે. પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને 1751 કરોડ રૂૂપિયાનું દાન આપનારી આ 33 કંપનીઓને સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રોજેક્ટ્સ અને કોન્ટ્રાક્ટમાંથી કુલ 3.7 લાખ કરોડ રૂૂપિયા મળ્યા છે.

Advertisement

પ્રશાંત ભૂષણે દાવો કર્યો હતો કે કલ્પતરુ ગ્રૂપે ગયા વર્ષે 3 ઓગસ્ટના રોજ આઇટી વિભાગના દરોડાના ત્રણ મહિનામાં ભાજપને 5.5 કરોડ રૂૂપિયા આપ્યા હતા. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું કૌભાંડ ગણાવતા તેમણે આરોપ લગાવ્યો કે તેના દ્વારા ચાર કેટેગરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો.તેમણે કહ્યું, પ્રથમ છે - દાન કરો, બિઝનેસ લો. બીજી હાફતા-વસુલી (ખંડણી), ત્રીજી છે કોન્ટ્રાક્ટ લેવી, લાંચ આપવી અને ચોથું નકલી કંપની છે. આ મામલામાં અરજદાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અંજલિ ભારદ્વાજે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. તેણે કહ્યું, નસ્ત્રતપાસ કરનારની તપાસ કોણ કરશે? ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ માટે એક સ્વતંત્ર એસઆઈટીની રચના થવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement