For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ટીંબડી ગામેથી 16280 કિલો નકલી યુરિયા ખાતર પકડાયું

11:34 AM Jun 11, 2024 IST | admin
મોરબીના ટીંબડી ગામેથી 16280 કિલો નકલી યુરિયા ખાતર પકડાયું

આઇસરમાં શંકાસ્પદ યુરિયા સાથે ચાલકની ધરપકડ: નકલી યુરિયા કયાંથી લવાયું અને કોને સપ્લાય કરવાનું હતુ? તે બાબતે તપાસ

Advertisement

મોરબી નજીક ટીંબડી ગામેથી પોલીસે શંકાસ્પદ યુરીયાનો 16280 કિલો જથ્થો પકડી પાડયો છે. આ જથ્થો કયાથી મોકલવામાં આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે 350 બોરી યુરિયા સહીત રૂ.7.97 લાખનો મુદામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામા ઘણીવાર શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ઝડપાયો છે ત્યારે મોરબી તાલુકાના ટીંબડી ગામના ગામના પાટીયા નજીક પસાર થતા આઇશર ટ્રક રજીસ્ટર નંબર - જીજે-36-વી-6984 માં 350 બોરીઓમા રહેલ કુલ 16280 કિલો શંકાસ્પદ યુરીયા ખાતરના જથ્થા સાથે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર નામના ઇસમની અટકાયત કરવામાં આવી છે. તેમજ યુરિયા ખાતરની કિંમત રૂૂપિયા 97680 સહિત કુલ રૂૂપિયા 7,97,680 નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવેલ છે

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement