For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઠારિયા વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર પાડોશી તરુણનું દુષ્કર્મ

04:27 PM May 01, 2024 IST | Bhumika
કોઠારિયા વિસ્તારમાં 16 વર્ષની સગીરા પર પાડોશી તરુણનું દુષ્કર્મ
  • વાતચીત શરૂ થયા બાદ લગ્નની લાલચ આપી, એકલતાનો લાભ લઇ આઠેક વખત હવસ સંતોષી

રાજકોટમાં ઘણા સમયથી સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓ સાથે જાહેરમાં છેડતીના બનાવો બની ચૂક્યા છે તેમજ દુષ્કર્મની ઘટનાઓ પણ સામે આવે છે.આ બારામાં ઘણી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે.ત્યારે આ છેડતીના બનાવો વચ્ચે બહેનો દીકરીઓની પણ સલામતી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે રાજકોટની ભાગોળે રહેતા રહેતા એક પરિવારની સગીર દીકરીને પ્રેમજાળમાં ફ્સાવી પાડોશી સગીરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.આરોપી સગીરને સકંજામાં લઈ તેમને બાળ અદાલતમાં રજુ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

Advertisement

વધુ વિગતો મુજબ,રાજકોટના છેવાડાના કોઠારીયા વિસ્તારમાં રહેતી 16 વર્ષ 8 માસ ઉંમરવાળી સગીરાએ તેના પડોશમાં જ રહેતા આશરે 16 વર્ષની ઉમરના તરૂૂણ સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.આ મામલે પીઆઇ એ.બી.જાડેજા અને રાઇટર મેરુભા ઝાલાએ કાગળો કર્યા હતા.

સગીરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે,પોતે ઘરકામ કરે છે તરૂૂણ પડોશમાં જ રહેતો હોય પાડોશીના નાતે તેણે પરિચય કેળવ્યો હતો અને મોબાઈલમાં વાતચીત શરૂ કરી હતી તે દરમિયાન તેણે મિત્રતા બાદ પ્રેમજાળમાં ફ્સાવી લગ્નની લાલચ આપી હતી.તેમજ સગીરાના ઘરે તેમનો પરિવાર બહાર ગયો હોય ત્યારે તેણીને લલચાવી, ફોસલાવી એકલતાનો લાભ લઈ તેની સાથે બળજબરીથી અવાર નવાર આઠેક વખત શરીર સંબંધ બાંધી લીધો હતો.આ બનાવ બાદ સગીરાએ દુષ્કર્મ અંગે પરિવારને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો અને તરૂૂણ સામે ફરિયાદ નોંધાવતા આજીડેમ પીઆઈ અશોકસિંહ જાડેજા સહિતના સ્ટાફે સગીરાની ફરિયાદ પરથી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement