For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લખતરના લીલાપુર ગામે પરિવારને ઊંઘતો રાખી 15 તોલા સોનું અને રોકડની ચોરી

01:05 PM Jun 24, 2024 IST | Bhumika
લખતરના લીલાપુર ગામે પરિવારને ઊંઘતો રાખી 15 તોલા સોનું અને રોકડની ચોરી
Advertisement

બફારાને કારણે પરિવાર ધાબા પર સુવા ગયો હતો, ફરિયાદને આધારે તપાસનો ધમધમાટ શરૂ

દસાડા પંથકના કચોલીયા અને દસાડામાં ચોરીની ઘટનાનું પગેરું હજી સુધી મળ્યું નથી ત્યાં લખતર તાલુકાના લીલાપુર ગામે પરિવાર બહાર અને ધાબા પર સૂતો હતો ત્યારે તસ્કરો ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી 15 તોલા સોનુ, દોઢ તોલા ચાંદી અને રૂૂ. 40 હજાર રોકડા સહિતનો મુદામાલ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ત્યારે આ ચોરીની ઘટનાની જાણ થતાં લખતર પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી, જ્યારે પરિવારજનો ચોરીની ફરિયાદ કરવા લખતર પોલીસ મથકે પહોંચ્યા હતા.

Advertisement

પાટડી તાલુકાના કચોલીયા ગામે પરિવાર ધાબા પર સુવા ગયો અને તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 90,700ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની બીજી જ રાત્રે દસાડાનો એક રબારી પરિવાર ઘરની બહાર ફળિયામાં સૂતો હતો અને તસ્કરોએ મકાનના પાછળના ભાગે હવા ઉજાસની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રૂ.1,10,000 રોકડા મળી કુલ રૂ. 1,95,000ની ચોરી કર્યાની ફરિયાદ નોંધાયાની ઘટના હજી તાજી છે ત્યાં લખતર તાલુકાના લીલાપુર ગામે પણ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતાનુસાર લખતર તાલુકાના લીલાપુર ગામે રહેતા રાજુભાઈ જેસીંગભાઇનો પરિવાર ઘરની બહાર સૂતો હતો અને બાળકો ધાબા પર સૂતો હતો, ત્યારે તસ્કરોએ એમના મકાનમાં પ્રવેશ કરી તિજોરીના તાળા તોડી અંદાજે 15 તોલા સોનુ, દોઢ તોલા ચાંદી અને રૂૂ. 40 હજાર રોકડા સહિતનો મુદામાલ ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ત્યારે આ ચોરીની ઘટનાની જાણ થતાં લખતર પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી, જ્યારે લીલાપુર ગામના રાજુભાઈ જેસીંગભાઇ સહિતના પરિવારજનો ચોરીની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement