For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચારધામ યાત્રામાં 15 કિ.મી.નો જામ, અનેક ગુજરાતી યાત્રિકો ફસાયા

05:11 PM May 13, 2024 IST | Bhumika
ચારધામ યાત્રામાં 15 કિ મી નો જામ  અનેક ગુજરાતી યાત્રિકો ફસાયા
Advertisement

અમદાવાદ-વડોદરાના યાત્રિકો હોવાના અહેવાલ, વ્યવસ્થા જાળવવામાં તંત્ર નિષ્ફળ, શ્રધ્ધાળુઓને યાત્રા મોકૂફ રાખવા અપીલ

ચારધામ યાત્રાની શરૂૂઆત શુક્રવારે કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના કપાટ ખુલવા સાથે થઈ હતી. આ ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે અનેક ગુજરાતી પ્રવાસીઓ અટવાયા હોવાની વિગતો સામે આવી રહી છે. ઉત્તરાખંડના ગંગોત્રી અને યમુનોત્રિમાં યાત્રિકો અટવાયા છે. ગંગોત્રી જવાના માર્ગે ભારે ભીડમાં 15 કિમી જેટલી વાહનોની લાંબી લાઇન લાગી છે. આ ચક્કાજામમાં અમદાવાદ અને વડોદરાના યાત્રિકો અટવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ગંગોત્રીથી ગંગનાની વચ્ચે ફસાયા યાત્રીઓ ફસાયા છે. આજે પરોઢિયે ચાર વાગ્યાથી યાત્રિઓ ફસાયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં પણ મુસાફરો અટવાયાના સમાચાર મળી રહ્યા છે. આ રસ્તા પર 15 કિમી જેટલી લાંબી લાઇનો લાગી છે. મુસાફરો જણાવી રહ્યા છે કે, આટલા ચક્કાજામમાં તંત્ર તરફથી કોઈજ વ્યવસ્થા કરવામાં આવી નથી રહી. ગઇકાલે યાત્રાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં પહાડી માર્ગ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જાનકી પટ્ટી અને યમુનોત્રી ધામ વચ્ચેના પદયાત્રી માર્ગના વાયરલ વિડીયોએ ભક્તોની સલામતી અંગે ચિંતા ઊભી કરી હતી.

Advertisement

ઉત્તરાખંડની ઉત્તરકાશી પોલીસે રવિવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટ કરી હતી. પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યુ છે કે, યમુનોત્રી ધામમાં ક્ષમતા મુજબ પૂરતા ભક્તો પહોંચી ગયા છે. હવે વધુ ભક્તો મોકલવા જોખમી છે. આજે યમુનોત્રી યાત્રાએ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને આજની યમુનોત્રી યાત્રા મોકૂફ રાખવા અપીલ છે.

કેદારનાથ ધામના દરવાજા ખોલવાના પહેલા જ દિવસે તીર્થયાત્રીઓએ કેદારપુરીના વેપારી મથકો, પ્રસાદની દુકાનો, ખાણીપીણીની હોટલો અને ઢાબા બંધ રાખવામાં આવ્યા હતા. યાત્રાળુ પુરોહિતોએ તેમનું વિદ્વતાપૂર્ણ કાર્ય પણ કર્યું ન હતું. તીર્થયાત્રી પુજારીઓની માંગ છે કે, 22 એપ્રિલે કેદારનાથ ધામમાં તોડફોડ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.

આરોપ છે કે જ્યારે તમામ તીર્થયાત્રી પુજારી પોતાના ગામોમાં હતા ત્યારે કેટલાક અધિકારીઓ ધામ પહોંચ્યા અને મંદિરની સામેના મુખ્ય માર્ગ પર કામદારોને ભારે તોડફોડ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. કેદારનાથ યાત્રાના માર્ગ પર ચાલતા ઘોડા અને ખચ્ચર પણ આ સમયગાળા દરમિયાન હડતાળ પર રહ્યા હતા.

ચારધામ પાંડા સમાજના ઉપાધ્યક્ષ સંતોષ ત્રિવેદીએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી સાથે યાત્રાળુ પૂજારીઓને મળવાની ખાતરી હોવા છતાં વહીવટીતંત્રે વેપારીઓ અને યાત્રાળુ પૂજારીઓને મળવા દીધા ન હતા. તેઓએ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેમનો બહિષ્કાર ચાલુ રાખવામાં આવશે.

ગંગોત્રી-યમનોત્રી માટે 10 દિવસ રજિસ્ટ્રેશન બંધ કરાયું
આ વર્ષે ચારધામ યાત્રાનો પ્રારંભ થવાની સાથે જ વિક્રમી સંખ્યામાં યાત્રિકો યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પહોચી રહ્યાં છે. મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા તંત્ર દ્વારા યાત્રિકો માટે કરાયેલ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે. જેના કારણે ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન આગામી 23મી મે સુધી બંધ કરી દેવામાં આવી છે. એનો મતલબ એ થયો કે, જે લોકોએ અત્યાર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે જ યાત્રિકોને ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા કરવા મળશે. હરિદ્વારથી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવીને યાત્રા કરવા ઈચ્છતા યાત્રિકો 23 મી મે સુધી આ બન્ને ધામના દર્શને નહીં જઈ શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement