For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજામાં પિતરાઇ ભાઇએ જ 15.56 લાખની ચોરી કરી

11:51 AM Jun 20, 2024 IST | admin
તળાજામાં પિતરાઇ ભાઇએ જ 15 56 લાખની ચોરી કરી

પોલીસને મદદ કરનાર જ આરોપી: મસ્જિદમાં સીસીટીવીએ તમામ રહસ્ય ખોલી નાખ્યું

Advertisement

ભાવનગર જિલ્લાના તળાજાના દીનદયાળ નગરમાં રહેતા અને છૂટક વ્યવસાય કરીને જીવન નિર્વાહ ચલાવતા મુસ્લિમ યુવકે મકાન ખરીરવા માટે જાત મહેનત અને સંબંધી પાસેથી ઉછીના લઈ ઘરમાં રાખેલ રૂૂપિયા સાડા પંદર લાખની મત્તા ની ચોરી થઈ હતી.જેને લઈ તળાજા પોલીસે ગણતરી ની મિનિટોમાજ ઘરની સામેજ આવેલ મસ્જિદના કેમેરાએ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યોહતો.ચોરી કરનાર ઈસમ પિતરાઈ ભાઈ થાય છે.
તળાજાના ઇન્ચાર્જ પો.ઇ આર.જે.ગોર પાસેથી મળતી વિગતો મુજબ દીનદયાળનગર ખાતે આવેલ મજીદે ઉંમર સામેજ પોતાના મકાનમાં રહેતા રફીકશા ઇસુફશા પટ્ટણી પોતેઇદ હોય પરિવાર સાથે મકાનને તાળું મારી મહુવા ગયા હતા.તેઓને મહુવા મકાન ખરીદવાનું હોય સગા સંબંધી અને પોતે ભેગી કરેલ રોકદ રકમ રૂૂ.15.56 લાખ રૂૂમના શેટી પલંગમા એક ડબ્બામાં તાળું મારી ને મૂકી હતી.

ગઈકાલ રાત્રે રફીકશા ઉપર ફોન આવેલ કે તમારા મકાનના તાળા તૂટેલા છે.જેથી ઘરે આવી ને તપાસ કરતા સંતાડીને રાખેલ રોકડ રકમ જ ચોરાઈ છે.સવારે પોલીસ ને જાણ કરતા તળાજા પોલીસ ના જવાનોએ તપાસ નો ધમધમાટ શરૂૂ કરેલ.મસ્જિદ મા લાગેલ કેમેરા તથા આ વિસ્તારના અન્ય કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.એ સમયે પોલીસની સતત સાથે રહી તપાસમાં સાથ આપનાર અને પોલીસ ને મેં ચોરને જતા જોયોછે.મકાન લેવા માટે મારો કાકાનો દીકરો થતો હોય મેં ખુદ રૂૂપિયા બે લાખ આપ્યા નું કહેનાર પિતરાઈ ભાઈ સૈદુશા અમીનશા પટ્ટણી મસ્જિદમા લાગેલ કેમેરા મા બે નકાબ થતા પોલીસે ઉઠાવી લીધોહતો.થોડો સમય પોલીસ ને ઊંધા ચશ્મા પહેરાવ્યા બાદ પોલીસે કેમેરાના દ્રશ્ય દેખાડતા પોપટ બની ગયો હતો. ખોડીયાર મંદિર જવાના રસ્તા પર પોતાની દુકાન આવેલ હોય તેની નજીક જ રૂૂપિયા પંદરલાખ છપ્પન હજાર સંતાડી હોય કાઢી આપતા પોલીસે ચોરીની તમામ રકમ રિકવર કરીહતી.ઉલ્લેખનીય છેકે મસ્જિદ ના કેમેરા થોડો સમય બંધ દેખાડતા હોય પરંતુ ખુદાને પણ ચોરીનો ભેદ ઉકેલાય એજ મંજુર હોય કેમેરા શરૂૂ થઈગયા હતા.ને ગણતરી ની મીનીટોમાજ ભેદ ઉકેલાય ગયો હતો.

Advertisement

પિતરાઈ ભાઈના બંધ મકાનમાં ચોરી કરનાર સૈદુશા પટ્ટણી પોલીસ તપાસમાં આવતા જ પોલીસ ને ઊંધે પાટે ચડાવવા લાગ્યોહતો.પોલીસ ને જણાવ્યું હતુ કે ચોરને ભાગતા મેજ જોયો છે.મેં પીછો કરતા ચોર રૂૂપિયા ભર થેલી ફેંકીને ભાગીગયો.એ થેલી મેં બાજુમાંજ રહેતા તેના ભાઈ ને પરત કરી છે.બાજુમાંજ રહેતા તેના ભાઈ ને પૂછતાં તેઓએ કહ્યું હતુંકે મને થેલીઆપી છે પરંતુ તેમાં ચાલીસ હજાર રૂૂપિયા જ હતા.પોલીસે અન્ય સીસીટીવી કેમેરા જોતા આરોપી બાઈક પાછળ બેસીને આવે છે.બાઈકના સાઇડ થેલામા રાખેલ રૂૂપિયાની થેલી કાઢે છે આરોપી તે જોવા મળે છે.આથી થોડીવાર તો પોલીસ ને પણ એમ થયું કે આરોપી એતો રૂૂપિયા ભરેલ થેલી પરતકરી દીધી છે.જોકે મસ્જિદના કેમેરામા આરોપીએ રાત્રે જે વસ્ત્રો પહેરેલ હતા એજ વસ્ત્ર સવારે પોલીસ તપાસ કરતી હોય ત્યારે પણ પહેરેલ હોય તેનાથી ઓળખ પાક્કી થઈ હતી.

આરોપી સૈદુ એ પોતાની પોલ ખુલ્લી જતા પરિવારને જણાવ્યું હતુ કે મારે મજબૂરી ને કારણે ચોરી કરવી પડીહતી.જોકે કઈ મજબૂરી તે બાબતે પૂછતાં પોલીસ કે પરિવાર ને સ્પષ્ટ જવાબ આપી શકતો ન હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement