For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા જિલ્લામાં ચૂંટણી અંતર્ગત 1,410 બેલેટ યુનિટ, 918 કંટ્રોલ યુનિટ અને 951 વી.વી.પેટનો થશે ઉપયોગ

06:27 PM Apr 02, 2024 IST | Bhumika
દ્વારકા જિલ્લામાં ચૂંટણી અંતર્ગત 1 410 બેલેટ યુનિટ  918 કંટ્રોલ યુનિટ અને 951 વી વી પેટનો થશે ઉપયોગ

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લ્યે તેવા ઉદેશ્યથી ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
દેશમાં ચૂંટણીનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે. દેશમાં સૌ પ્રથમ લોકસભા સામાન્ય ચૂંટણી વર્ષ 1951-52 માં યોજાઇ હતી. ત્યારે મતપેટી તેમજ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમયાંતરે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સમયની સાથે ચૂંટણી પ્રક્રિયા પારદર્શી બને તેવા ઉદેશ્યથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં ચાર કરોડથી વધુ મતદારો છે, જેમાં 11 લાખથી વધુ નવા મતદારો પ્રથમ વખત ઈ.વી.એમ.નો અનુભવ મેળવશે અને ગુજરાતમાં 29,000થી વધુ પોલિંગ સ્ટેશનમાં 87 હજારથી વધુ બેલેટ યુનિટ અને 71 હજારથી વધુ કંટ્રોલ યુનિટથી મતદાન કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1,410 બેલેટ યુનિટ, 918 કંટ્રોલ યુનિટ અને 951 વી.વી. પેટનો ઉપયોગ થશે. જેમાંથી 32 બેલેટ યુનિટ, 32 કંટ્રોલ યુનિટ અને 32 વી.વી. પેટ તાલીમ અને નિદર્શન માટે ફાળવવામાં આવ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement