For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામકંડોરણાના દડવી ગામે કોન્ટ્રાકટરને હડધૂત કરી 14.61 લાખ ઓળવી ગયા

01:43 PM Jan 18, 2024 IST | Bhumika
જામકંડોરણાના દડવી ગામે કોન્ટ્રાકટરને હડધૂત કરી 14 61 લાખ ઓળવી ગયા

મકાનમાલિક દંપતીએ મજૂરીના પૈસા નહીં ચૂકવી ઉપર જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

Advertisement

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દડવી ગામે મકાનનો કોન્ટ્રાકટ રાખનાર દલિત કોન્ટ્રાકટર યુવાનને મજુરીના પૈસા નહીં ચુકવી ઉપર જતાં હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે મકાન માલીક દંપતિ સામે 14.61 લાખ મજુરીના પૈસા ઓળવી જવા અંગે ગુનો નોંધી દંપતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જૂનાગઢ વનગંગા-2 સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટર દિપકભાઈ મુળજીભાઈ બોરીચા (ઉ.38)એ જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દડવી ગામના બટુકભાઈ લુણાગરીયા અને તેના પત્નીનું નામ આપ્યું છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક વર્ષ પહેલા ફરિયાદીએ દડવી ગામના બટુકભાઈ લુણાગરીયાનું મકાન બનાવવાનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. એગ્રીમેન્ટ મુુજબ પાયાથી માંડી તાળુ મારી મકાન સોંપી દેવા સુધીનું કામ ફરિયાદીએ 27.31 લાખમાં રાખ્યું હતું. જે પેટે 30 ટકા રકમ એડવાન્સ આપવાનું નક્કી થયું હતું. પરંતુ ફરિયાદીને 5.50 લાખ જ કટકે કટકે એડવાન્સ પેટે આપ્યા હતાં.

ફરિયાદીએ બટુકભાઈ લુણાગરીયાનું મકાન તૈયાર કરી આપ્યા બાદ આરોપી દંપતિએ કોન્ટ્રાકટર અનુસુચિત જાતીના હોવાનું જાણવા મળતાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ‘અમને ખબર હોત તો અમારા મકાનનું કામ જ ન આપત, ફરીવાર ઘરે આવીશ તો ટાંટીયા ભાંગી નાખીશ’ તેવી ધળકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો અને મજુરીના બાકી નીકળતાં 14.61 લાખ આજ દીન સુધી નહીં ચુકવતાં અંતે કોન્ટ્રાકટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે ચીટીંગ અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી આરોપી દંપતિની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement
Advertisement
Advertisement