For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેર શરદી-ઉધરસના ભરડામાં, નવા 1360 કેસ

04:11 PM Jan 01, 2024 IST | Sejal barot
શહેર શરદી ઉધરસના ભરડામાં  નવા 1360 કેસ

ઠંડીનું જોર વધતાની સાથો સાથ શરદી-ઉધરસ તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી દરમિયાન શરદી-તાવ, ઉધરસના નવા 1360 કેસ નોંધાયા હતાં. જ્યારે મેેલેરિયા 1, ડેંગ્યુ 2, ચિકનગુનિયા 3 અને ઝાડાઉલ્ટીના 237 દર્દી નોંધાતા મચ્છર ઉત્પતિ સબબ 236 આસામીઓને નોટિસ ફટકારાઈ હતી.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 840 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 220 અને કોર્મશીયલ 16 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 101010નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનીટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement