For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટા નજીક 12 લાખની લૂંટ ચલાવનાર બે ઝડપાયા

12:21 PM Apr 01, 2024 IST | Bhumika
ઉપલેટા નજીક 12 લાખની લૂંટ ચલાવનાર બે ઝડપાયા
  • નંબર વગરના બાઇક પર આવી વેપારીને આંતરી લૂંટ ચલાવી’તી : ડ્રોનની મદદથી દબોચી લેવાયા

Advertisement

ઉપલેટા તાલુકાના કોલકી ગામે જણસીની દલાલી કરતા કોલકી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પાસેથી જણસી લઈને છૂટક દલાલીનું કામ કરતા હોય જે ખેડૂતોના હિસાબ લઈને ઉપલેટાથી કોલકી જઈ રહ્યા હતા એ દરમિયાન ધોળે દિવસે નંબર પ્લેટ વગરની મોટરસાયકલમાં આવેલ બેલડીએ ચાલુ મોટરસાયકલે હુમલો કરી વેપારીને ધક્કો મારીને રૂૂ. 12,00,000ની લૂંટ ચલાવી નાસી જતા રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીનું બાઈક પુલ સાથે અથડાતા એક આરોપીને પ્રૌઢ વેપારીએ દબોચી લેતા ઝપાઝપી થયેલ જેમાં લુંટારૂ બેલડી ખેતરોમાં નાસી જતા પોલીસે નાકાબંધી કરી ડ્રોનની મદદથી બંનેને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની પૂછતાછ હાથ ધરી હતી.

વિસ્તૃત માહિતી મુજબ ભોગ બનનાર કોલકી ગામના છૂટક દલાલી કરતા વેપારી પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયાના જણાવ્યા મુજબ પોતે કોલકી ગામે ખાનગી પેઢી ધરાવતા હોય અને કોલકી તેમજ આસપાસના ગામોમાં ખેડૂતોના વિવિધ પાકની દલાલીનું કામ કરતા હોય જે બપોરે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં બંસી ટ્રેડર્સ નામની પેઢીમાંથી ખેડૂતોના ઘઉંના હિસાબના 12 લાખ લેવાના હોય તે લઈ થેલીમાં નાખી પોતાના મોટરસાયકલ પર કોલકી તરફ જતા હતા ત્યારે નંબર પ્લેટ વગરની મોટરસાયકલમાં બે શખ્સો ધસી આવતા મને ધક્કો મારી પૈસા ભરેલ થેલી લૂંટી લીધી હતી અને મને ધક્કો મારી પછાડવા માટે કોશિશ કરેલ પરંતુ મારૂૂ મોટરસાયકલ કંટ્રોલમાં આવી જતા હું નીચે પડતા પડતા બચી ગયો હતો જેથી મોટરસાયકલથી લૂંટારૂૂ બેલડીને પકડવા હાકલા પડકારા કરતા કરતા તેનો પીછો કર્યો હતો તે દરમિયાન કોલકી ગામ પહેલા ખાખી જાળીયા રોડ ઉપર આરોપીનું મોટરસાયકલ સ્પીડમાં હોવાથી વળાંક બરાબર ન લેતા વોંકળાના પુલ સાથે અથડાયેલ જેથી બંને લુંટારૂૂ બેલડી નીચે ગબડી જતા મેં પણ મારૂૂં મોટરસાયકલ પડતું મૂકીને એક આરોપીને શર્ટના કાંઠલા સાથે પકડી લીધો હતો જેથી તેણે મારી સાથે મારઝુડ કરી ઝપાઝપી થતા એક આરોપીનો રૂૂમાલ અને શર્ટ મારા હાથમાં આવી ગયા હતા અને બંને મોટરસાયકલ રેઢું મૂકી નાલામાંથી બાજુના ખેતરોમાં ભાગી ગયા હતા.

Advertisement

આ અંગેના બનાવની જાણ ક્ધટ્રોલ રૂૂમમાં કરાતા રાજકોટ જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડ, એલસીબી, એસઓજી, ઉપલેટા પીઆઈ એલ. આર. ગોહિલ, ભાયાવદર પીએસઆઈ આર. વી. ભીમાણી, જામકંડોરણા પીએસઆઈ તેમજ પાટણવાવ પીએસઆઈ એમ. કે. ચાવડા પોત પોતાના પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સમગ્ર જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી એ દરમિયાન લૂંટારાઓ વાડીમાં ભાગ્યા હોય જેથી પોલીસે ડ્રોનની મદદથી ગણતરીની કલાકોમાં જ પોલીસે ઉપલેટાના બંને આરોપી અસલમ ઉર્ફે સમીર રસીદ ઉર્ફે બચુ લંબા ઉં.વ. 24, જાતે - મેમણ, રહે. બ્લોક નં. બી. 10, ઝમઝમ એપાર્ટમેન્ટ, ફુલારા ગાર્ડન, ઉપલેટા અને ફિરોઝ રફિકભાઈ હાલા ઉ.વ. 27, જાતે - સંધી, રહે. નગીના સોસાયટી, રબારી વાસ, ગાધાના પાળા પાસે, ઉપલેટાને ઝડપી લઈ તમામ રોકડ રકમ કબ્જે કરી આગળની પૂછતાછ હાથ ધરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement