For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ભારે પવન સાથે પડ્યો કમોસમી વરસાદ, સૌથી વધુ સાવરકુંડલામાં પડ્યો

10:52 AM May 14, 2024 IST | Bhumika
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ભારે પવન સાથે પડ્યો કમોસમી વરસાદ  સૌથી વધુ સાવરકુંડલામાં પડ્યો

ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી કરવામાં વી છે. જેને લઈને ગઈકાલે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થયાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.

Advertisement

છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકામાં અઢી ઈંચ વરસાદ, ભરૂચના નેત્રંગ તાલુકામાં બે ઈંચ વરસાદ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તથા ભરૂચના વડીયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ, નર્મદાના તીલકવાડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ અને અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

વેસ્ટર્સન ડિસ્ટર્બન્સથી અસરથી 13 મેના રોજથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 16 મે સુધી કમોસમી વરસાદ થઇ શકે છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમરેલી ગીરસોમનાથ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ સુરતમાં વરસાદ વરસી શકે છે

Advertisement

રાજ્યના 10 જિલ્લામાં આજે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદ વરસી શકે છે. સોમવારે ભારે પવન સાથે મહીસાગર જિલ્લામાં વરસાદ વરસ્યા બાદ આજે પણ અહીં વરસાદ (Rain)ની આશંકા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement