For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમિત શાહ સામે 11 મુસ્લિમ ઉમેદવારોેએ ઉમેદવારી નોંધાવી

04:24 PM Apr 20, 2024 IST | Bhumika
અમિત શાહ સામે 11 મુસ્લિમ ઉમેદવારોેએ ઉમેદવારી નોંધાવી
  • નવ અપક્ષ અને બે પાર્ટીના ઉમેદવારોએ ઝુકાવ્યું

દેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. હવે રાજકીય પક્ષોનું ખાસ ધ્યાન બીજા તબક્કાની બેઠકો પર છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમની સામે 11 મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આનો સીધો એવો મતલબ થાય છે કે, મુસ્લિમ મતો વિભાજીત થઇ જતા અમિત શાહને તેનો સીધો ફાયદો મળી શકે છે.

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી એકવાર આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.આ બેઠક ભારતીય જનતા પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. છેલ્લી ચૂંટણી 2019માં અમિત શાહ આ બેઠક પરથી સાંસદ બન્યા હતા. તેમની સામેે કોંગ્રેસ તરફથી સોનલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે અમિત શાહ સામે 11 મુસ્લિમ ઉમેદવારોએે ઉમેદવારી નોંધાવી છે.

મુસ્લિમ ઉમેદવારોની યાદી
દીન મોહમ્મદ સૈયદ: અપક્ષ
ઉમિયા અલી ભાઈ: અપક્ષ
બગવાન બહાદુર શાહ ગુલ મોહમ્મદ: અપક્ષ
મહેબૂબ રંગરેઝ: અપક્ષ
મોહમ્મદ અવેશ શેખ: ધનવાન ભારત પાર્ટી
મલિક મકબૂલ શાકિબ: અપક્ષ
પઠાણ ઈમ્તિયાઝ ખાન: અપક્ષ
શાહનવાઝ ખાન: અપક્ષ
નવસાદ આલમ મલિક: અપક્ષ
મોહમ્મદ દાનિશ બહુજન સમાજ પાર્ટી
તનવીરુદ્દીન ઇલમુદ્દીન શેખ: અપક્ષ

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement