ગીરગઢડાના જંગલમાં એકસાથે 11 સિંહોની લટાર
ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર સિંહોનાં આંટાફેરા જોવા મળતા હોય છે. ત્યારે રાત્રિના સમયે એકસાથે સિંહ પરિવારનું ટોળું ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં નીકળ્યા હોય તેમ ત્યારે ગત રાત્રિ ગીરગઢડા તાલુકાના ખિલાવડ-ઈટવાયા રોડ પર એકસાથે 11 સિંહોનું ટોળું રસ્તો પસાર કરતા જોવાં મળ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
વાઇરલ વીડિયોમાં એકસાથે 11 સિંહ લાઈનમાં રસ્તો ક્રોસ કરી રહ્યા છે. ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. જોકે આ સિંહનું ટોળું જોઈ વાહનચાલકોમાં ભય જોવા મળી રહ્યો હતો. સિંહો જ્યારે રસ્તો પસાર કરે છે ત્યારે કારમાં બેસેલા વ્યક્તિ સિંહોની સંખ્યા ગણે છે. જેમાં એક વ્યક્તિ બોલે છે કે એક પછી એક નાના-મોટા અગિયાર સિંહો રસ્તો પસાર કરે છે જો ટુ વ્હીલર લઇને નિકળ્યા હોયને સિંહો ભેટી ગયાં હોય તો. ત્યાર બાદ તમામ સિંહ પરિવાર ગ્રામ્ય સીમ વિસ્તારમાં જતાં રહ્યા હતા. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આવા દૃશ્ય જોવા હોય તો ગીરમાં જ જોવાં મળતા હોય છે, પરંતુ આ સિંહનું ટોળું રેવન્યુ વિસ્તારમાં જોવા મળતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.