For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

11 કરોડનું કૌભાંડ આચરી નાસી છૂટેલ ક્રેડિટબુલ્સ કંપનીના મહાશયોની તસવીરોનો વીડિયો વાઇરલ

01:22 PM Jun 19, 2024 IST | admin
11 કરોડનું કૌભાંડ આચરી નાસી છૂટેલ ક્રેડિટબુલ્સ કંપનીના મહાશયોની તસવીરોનો વીડિયો વાઇરલ
Advertisement

ક્રેડિટબુલ્સ જેવી કંપનીઓ ધમધમતી હોય ત્યારે, સૌ જવાબદારો ક્યાં હોય છે ?! , આ કંપનીમાં અગાઉ હોદ્દાઓ ભોગવી ચૂકેલાં યુવકો અને યુવતીઓ આ ષડ્યંત્રના ભાગીદારો હતાં કે નહીં ?! : આ પ્રકારની લૂંટણફૌજ બનાવનારાઓ ખુદ મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ મેળવતાં હોય, એવી તસવીરો પણ વાઈરલ

આ કંપનીમાં મોટાં પગારે નોકરીઓ કરનારા યુવકો અને યુવતિઓ આ ષડ્યંત્રના ભાગીદારો હતાં કે નહીં ?! એ તપાસ થઈ છે ખરી ? સૌની નજર આગામી દિવસોમાં રજૂ થનાર ચાર્જશીટ પર : આ પ્રકારની લૂંટણફૌજના સૂત્રધારો અને સાગરિતો મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ મેળવી લ્યે ત્યાં સુધી આવા તત્વોના કોલર સુધી કાનૂનનો હાથ પહોંચતો નથી !!…

Advertisement

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચીટિંગ ઉર્ફે છેતરપિંડીનો ધંધો હંમેશા પૂરબહારમાં રહ્યો છે. કરોડો રૂૂપિયાના ખેલ પડતાં જ રહે છે. પખેલાડીઓથને આ દેશમાં કોઈ ફાંસીના માંચડે ચડાવી દેતું નથી, એવી માનસિકતા સાથે ચોક્કસ પ્રકારના તત્વો જુદાં જુદાં નામો સાથે, જુદાં જુદાં ક્ષેત્રોમાં કુંડાળાઓ ચીતરતા હોય છે અને અનેક લોકોને શિકાર બનાવતાં રહે છે. જામનગરમાં ક્રેડિટબુલ્સ આવું જ એક નામ છે, આ કંપનીએ લોકોને છેતરીને રૂૂ. 11 કરોડ જેટલી રકમ ખિસ્સામાં સેરવી લીધી છે અને આગામી દિવસોમાં આ મામલો અદાલતમાં કાનૂની જંગ તરીકે ખેલાશે. હવે પછીના ગણતરીના દિવસોમાં આ કેસમાં પોલીસ અદાલત સમક્ષ આરોપનામું દાખલ કરશે. સૌની નજર અદાલતમાં દાખલ થનાર આ ચાર્જશીટ પર છે. જાણકારો તો એવી પણ ચર્ચાઓ કરે છે કે, આવા કેસોમાં મહત્તમ લોકોને આરોપીના કઠેડામાં ઉભા કરી દેવા જોઈએ અને તેમના વિરુદ્ધ અદાલતમાં સજ્જડ પુરાવાઓ રજૂ કરવા જોઈએ. આ પ્રકારના કેસોમાં વધુને વધુ લોકોને સજા થાય અને આકરી સજાઓ થાય તો ભવિષ્યમાં આ પ્રકારના તત્વો આવો કોઈ ખેલ પાડતાં અગાઉ હજારવખત વિચાર કરે. આજના આ લેખમાં આ સમગ્ર પ્રકરણને આપણે સાવ અલગ રીતે સ્કેનર હેઠળ તપાસવાનો અત્રે પ્રયાસ કરીશું. જામનગર મિરર એવો મત ધરાવે છે કે, સમાજની વિરુદ્ધ આ પ્રકારના ષડયંત્ર રચનારાઓની પોલીસ અને કાનૂને ખાલ ઉતારી લેવી જોઈએ. દાખલારૂૂપ કાર્યવાહીઓ થવી જોઈએ.

જામનગરમાં પંડિત નહેરૂૂ માર્ગ પર આવેલ નિયો સ્કવેર નામની બિલ્ડીંગમાં આ ક્રેડિટબુલ્સ નામની કંપની શરૂૂ થયેલી, આ કંપનીના સીઈઓ સહિતના તત્વો રોકાણકારોને એકદમ ઉંચા વળતરની લાલચ આપતાં અને એ રીતે લોકોના રૂૂપિયા પોતાના કુંડાળાઓ માટે રીતસર લોકો પાસેથી ખંખેરી લેતાં. આ કંપનીમાં કામ કરતાં યુવકો અને યુવતિઓને પણ સ્વાભાવિક રીતે જ એ ખ્યાલ હતો કે, આપણે લોકોને જે લાલચો આપીએ છીએ એ ખોટાં અને છેતરામણાં વચનો છે. આટલું મોટું વળતર આ બિઝનેસમાં કેવી રીતે મળી શકે. આ ઉપરાંત આ તમામ કર્મચારીઓને એ પણ ખ્યાલ હતો કે, આપણને કંપની તરફથી જે તોતિંગ વેતનો અને સુવિધાઓ આપવામાં આવે છે એ પણ આપણી લાયકાતો સંદર્ભે શંકાસ્પદ છે, આટલી શંકાઓ વચ્ચે પણ આ તમામ કર્મચારીઓ લોકોને આ ષડયંત્રનો શિકાર બનાવવા માટે કંપની વતી ખોટી લાલચો આપતાં અને ફસાવતાં અને આ રીતે લોકોને ફસાવી ક્રેડિટબુલ્સ કંપનીના સૂત્રધારોએ લોકોના 11 કરોડ રૂૂપિયા પોતાના ખિસ્સામાં વિશ્વાસઘાતથી સેરવી લીધાં.
અચરજની વાત એ છે કે, આવું પ્રથમ વખત નથી બન્યું. આ પ્રકારના કુંડાળાઓ ચાલતાં જ રહેતાં હોય છે. આ પ્રકારના તત્વો જ્યારે લોકોને ફસાવી રહ્યા હોય, કંપનીનો બિઝનેસ ધમધોકાર ચલાવી રહ્યા હોય ત્યારે કોઈ જ જવાબદારો, કોઈ જ નિયંત્રક સંસ્થાઓ આવા તત્વોના હિસાબો તપાસતી નથી, આવી કંપનીઓની ગતિવિધિઓ પર નજર રાખતી નથી. અને છેલ્લે એવું બને કે, રોકાણકારો છેતરાઈ જાય, કંપનીઓ લૂંટ મચાવીને જતી રહે, ઓફિસને તાળાં લાગી જાય, ગેંગના સૂત્રધાર આસાનીથી સરકીને સલામત સ્થળે જતાં રહે, લોકોને છેતરાઈ ગયાની જાણ થાય, પછી ફરિયાદ દાખલ થાય અને પછી ઘોડા છૂટી ગયા હોય એવા તબેલાં વિરુદ્ધ કાગળો પર કાર્યવાહીઓ શરૂૂ થાય, જે લાંબા સમય સુધી ચાલતી રહે, આવું અનેકવખત બનતું રહે છે.
આવી લેભાગુ કંપનીઓ પ્રત્યે રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં રોકાણકારો અંજાઈ જતાં હોય છે, લલચાઈ જતાં હોય છે, પોતાની કમાણી ગુમાવતાં હોય છે. કારણ કે, આવી લેભાગુ કંપનીઓના સૂત્રધારો મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સાથેની પોતાની તસવીરો વાયરલ કરતાં હોય છે, મહાનુભાવોના હસ્તે એવોર્ડ સ્વીકારતા હોય એવી તસવીરો પણ ફરતી હોય છે. આ પ્રકારની ગેંગની ચમકદમક અનેરી હોય છે, મહાનુભાવો સુધી પહોંચવા ચેનલો અને નેટવર્ક ગોઠવેલા હોય છે. ક્રેડિટબુલ્સ નામની જામનગરની આ લેભાગુ કંપનીના કેટલાંક નામો આરોપીઓ તરીકે કુખ્યાત થઈ ગયા છે. કેટલાંક નામો કયારેય ચર્ચાઓમાં આવ્યા નથી. આ બધાં નામો જાણી રાખો: ધવલ સોલાણી, ધારા ભારદીયા, પંકજ વડગામા, ધારા જોષી, ડિમ્પલ પ્રજાપતિ, નેન્સી અજુડીયા, ચાર્મી આમરણીયા, યશ સોલાણી, પ્રિયંકા સિધ્ધપુરા, ડોલી ગલૈયા, કમલ જાદવ, જાનવી પનારા અને રાજકોટનો પ્રેમ ગોકલાણી. આ પૈકી કેટલાંક લોકોને પોલીસ ચોપડે આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ક્રેડિટબુલ્સ કંપની વિરુદ્ધની ફરિયાદમાં 57 ફરિયાદી છે. પંકજ વડગામા જેલમાં છે. યશ સોલાણીની આગોતરા જામીન અરજી નામંજૂર થઈ છે. આરોપીઓ ધવલ દિનેશ સોલાણી તથા ફરઝાના ઈરફાન અહેમદ શેખ ધરપકડની બીકે નાસી છૂટ્યા છે. જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ કરેલી દલીલો અને ધારદાર રજૂઆતો તથા તપાસનીશ અધિકારીનું સોગંદનામું વગેરે ધ્યાને લઈ અદાલતે આરોપી યશ સોલાણીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. જાણકાર સૂત્રના કહેવા મુજબ, આ ક્રેડિટબુલ્સ કંપનીના એક એક કર્મચારીઓની આકરી પૂછપરછ, ઉલટતપાસ થવી જોઈએ, એમને આરોપીઓ કે તાજના સાક્ષી બનાવી શકાય એમ છે કે કેમ, એ બધી જ સંભાવનાઓ આ કેસનું આરોપનામું દાખલ થાય એ પહેલાં ચકાસી લેવી જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2024ના પ્રારંભે જ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા ધારા ભારદીયા, ધવલ સોલાણી અને ક્રેડિટબુલ્સ ઈન્ડિયાનો પભરોસોથ ન કરવા અંગે એક પ્રેસ રિલીઝ બહાર આવેલું. જે હવે છેક વાયરલ થયું. આ પ્રેસ રિલીઝ જાન્યુઆરી માસમાં જ જામનગરના રોકાણકારો સુધી કેમ ન પહોંચી શક્યું ? એ પણ સવાલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement