For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોળી-ધુળેટીએ અકસ્માતમાં 103 ટકાનો વધારો નોંધાશે

04:52 PM Mar 22, 2024 IST | Bhumika
હોળી ધુળેટીએ અકસ્માતમાં 103 ટકાનો વધારો નોંધાશે
  • મારા-મારીમાં 299%, ડૂબી જવામાં 2100%, દાઝી જવામાં 50% સુધીનો વધારો નોંધાવાની શક્યતાએ લોકોને સાવચેત રહેવા 108ની અપીલ
  • રાજકોટમાં 243 કેસ નોંધાવાની આગાહી, રાજ્યના આદિવાસી વિસ્તારો અને સુરત સહિતના જિલ્લાઓમાં અકસ્માતમાં વધારો નોંધાશે

હોળીને પ્રેમનો તહેવાર, રંગોનો તહેવાર અને વસંતનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. હોળીએ બે દિવસનો તહેવાર છે, પ્રથમ દિવેસ સાંજે લોકો હોળી પ્રગટાવે છે, લોકો કાચું નાળિયેર અને મકાઇ અગ્નિમાં અર્પણ કરે છે. બીજો દિવસ રંગનો તહેવાર ધુળેટી રંગીન પાણી છાંટીને અને એકબીજાને રંગો લગાવીને ઉજવે છે.

Advertisement

108 પર આવતા ઇમરજન્સી કોલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા 108 એમ્બ્યુલંસોને મૂકવામાં આવે છે.108 એમ્બ્યુલંસોનું સ્થાન ઈમરજન્સીની પેટર્ન અને છેલ્લા 03-04 વર્ષના તહેવારોની ઈમરજન્સી કેસની સંખ્યા વગેરેના વિશ્ર્લેષણ પર આધારિત આ વર્ષે હોળીના તહેવારમાં વધારો થનાર ઈમરજન્સી કેસને અને મીની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે તેથી રોડ ટ્રાફિક અકસ્માતના કેસો વધશે અને અન્ય ઇજાના કેસો જેમ કે પડી જવા, શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થશે. હોળીના તહેવાર દરમ્યાન અનુમાનિત કેસોના વધારાને પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતી પૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારમાં રજા ન લેતા નાગરીકોની સેવા માટે તૈયાર રહેશે. હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ. કૃપા કરીને નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખીએ જેથી કરીને મોટી દુર્ઘટનાને તાલી શકીએ. અહીં કેટલાક સૂચનો છે, જે હોળીનો સંપૂર્ણ આનંદ માણવા માટે પાળવા જરૂૂરી છે.

પાછલા વર્ષની કટોકટીના વલણના આધારે, નીચે અનુક્રમે 24મી અને 25 મી માર્ચ’2024ના રોજ હોળી અને ધુળેટીના આગામી તહેવારની કેસોની આગાહી છે. અંદાજ અનુસાર ઇમરજન્સીમાં હોળીના દિવસે 8.20% અને ધૂળેટીના દિવસે 29.09% વધારો થવાની શકયાતા છે, જે અનુક્રમે 4013 અને 4788 ઈમરજન્સી હશે.હોળી અને ધૂળેટીએ મુખ્યત્વે વાહન અકસ્માતમાં અનુક્રમે 42.57% (ઊખત-643)અને 103.10% (ઊખત-916)તથા અન્ય ટ્રોમા ઈમરજન્સીમાં 53.39% (ઊખત-543) અને 148.31% (ઊખત -879) વધારો થવાની સંભાવના છે. અન્ય ટ્રોમા ઈમરજન્સીમાં મુખ્યત્વે પડી જવાની તથા શારીરિક હુમલાની ઇજાઓ વધવાને કારણે વધારો થશે. જ્યારે વાહન અકસ્માતમાં દ્વી-ચક્રી વાહનોનાઅકસ્માતોમાં વધારો જોવા મળશે. જીલ્લાવાર અરવલ્લી, ભરૂૂચ, ભાવનગર, દાહોદ, મહીસાગર, મોરબી, પંચમહાલ, પોરબંદર, સુરત અને વલસાડ જીલ્લાઓમાં મુખ્ય વધારો અપેક્ષિત છે. સમય અનુસાર બપોરે 1:00 વાગ્યા પછી મધ્યરાત્રી સુધી વધારો અપેક્ષિત છે.

Advertisement

શું ના કરવું
અસ્વચ્છ પાણીવાળા સ્ટોલમાંથી ખોરાક/મીઠાઈ ન ખાવી
ચહેરા/આંખો/કાન તરફ નિર્દેશિત પાણી/ફૂગ્ગા ફેંકશો નહીં
તમારા બાળકોને ઈંડા, કાદવ કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખો.
ભાંગ પીધા પછી વાહન ચલાવવું નહીં
હોળીના દિવસે બહાર એકલા નીકળવું ટાળવું, કારણકે અસમાજિક તત્વો દ્વારા પજવણી થઈ શકે છે
હોળી અંગત મિત્રો અને પરિવારજનોએ સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવી
ભીનાશ વાળી અને લપસણી જગ્યાએ ચાલવાનું ટાળવું
ભીના હાથે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું

શું કરવું
સનગ્લાસ તમારી આંખોને રંગોના હાનિકારક રસાયણોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
કોઈપણ કટોકટીના કિસ્સામાં - 108 પર કોલ કરો (મેડિકલ / પોલીસ / ફાયર).
સ્વચ્છ પાણી અને સારા રંગોનો ઉપયોગ કરો
હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો
હોળી રમતી વખતે આંખો અને હોઠને ચુસ્તપણે બંધ રાખીએ જેથી રંગો આંખો કે મો માં ના જાય.
હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રહો,
ગુબ્બારા કે રંગોના અનિશ્ચિત હુમલાથી પોતાને બચાવો, હેલ્મેટ પહેરો.
મુસાફરી કરતી વખતે, તમારી પાસે અઈ કાર ન હોય તો પણ કારની બારીઓ સારી રીતે બંધ રાખો.
જો તમે શેરીઓમાં નીકળો તો ટોળાના ઉન્માદિત જૂથ સાથે રહેશો નહીં. બહેતર છે કે તમે સુરક્ષિત અંતરે રહો.

Advertisement
Advertisement
Advertisement