For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાઝામાં પેલેસ્ટાઇનીઓના રેફયુજી કેમ્પ પર ઇઝરાયલનો હવાઇ હુમલો, 101નાં મોત

05:34 PM Jun 24, 2024 IST | admin
ગાઝામાં પેલેસ્ટાઇનીઓના રેફયુજી કેમ્પ પર ઇઝરાયલનો હવાઇ હુમલો  101નાં મોત

ઇઝરાયલે ફરી એકવખત પેલેસ્ટાઈન પર આફત વરસાવી છે. ગાઝાના અલગ અલગ વિસ્તારોમાં થયેલા ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 101 પેલેસ્ટાઈનીઓના મોત નિપજ્યા છે, જ્યારે 200થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયલની સેનાએ સૌથી ઘાતક હુમલો ગાઝાના સૌથી જૂની શરણાર્થી શિબિર અલ શાતી પર કર્યો છે, જ્યાં 24 લોકો માર્યા ગયા છે જ્યારે ડઝનેક ઘાયલ થયા છે.
ઇઝરાયલી સેનાએ બીજો મોટો હુમલો અલ તુફાહ કેમ્પ પર કર્યો જેમાં 18 લોકો માર્યા ગયા છે. તો ઇઝરાયલી સેનાએ ઈજિપ્ત અને ગાઝાની સરહદ પર આવેલા રફાહ શરણાર્થી કેમ્પ પર પણ બોમ્બ ફેંક્યા છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, જ્યારે આ ઘટના થઈ ત્યારે હું મારા ઘરથી 300 મીટર દૂર હતો. મેં બોમ્બ વિસ્ફોટના અવાજ સાંભળ્યા તો મને લાગ્યું કે આ મારા ઘરની પાસે જ ફુટ્યો છે. મેં મારી પત્ની, પુત્ર, પૌત્રી અને પુત્રીને હોસ્પિટલમાં ખસેડ્યા. મારું ઘર નષ્ટ થઈ ગયું. કાર પણ નષ્ટ થઈ ગઈ.
સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો કાટમાળમાંથી ઘાયલો અને માર્યા ગયેલા લોકોને બહાર કાઢતા જોવા મળે છે. ગાઝાના સિવિલ ડિફેન્સ મુજબ માર્યા ગયેલા પેલેસ્ટાઈનીઓમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે. તો ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે, તેમના ફાઈટર વિમાને હમાસના સૈન્ય પ્રતિષ્ઠાનોને ટાર્ગેટ કર્યા છે.
ગત વર્ષે 7 ઓક્ટોબરથી ગાઝામાં ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 37 હજાર 551 પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે, જ્યારે 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.

Advertisement

બીજી તરફ હમાસની કેદમાં બંધકોને છોડાવવા માટે ઇઝરાયલની સરકાર પર દબાણ વધી રહ્યું છે. હાલ તેલઅવીવમાં બંધકોના પરિવારના લોકો સતત પ્રદર્શન કરી રહ્યાં છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement