For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથ, રાજુલા, હળવદ, બોટાદ, મોરબીમાં 1થી 2.5 ઇંચ વરસાદ

11:56 AM Jun 29, 2024 IST | admin
ગીર સોમનાથ  રાજુલા  હળવદ  બોટાદ  મોરબીમાં 1થી 2 5 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્ર કચ્છમાં સતત પાંચ દિવસ વરસાદ વરસ્યા બાદ ગઇકાલે છઠ્ઠા દિવસે પણ ગીર સોમનાથ, વિસાવદર, કોડીનાર, અમરેલી, બાબરા, મોરબી, હળવદ પંથકમાં અડધાથી બે ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. સોમનાથ, મોરબી, અમરેલી જિલ્લામાં એકથી બે ઈંચ,જુનાગઢ જિલ્લામાં છૂટોછવાયો અર્ધો ઈંચ તેમજ ભાવનગર જિલ્લામાં અઢી ઈંચ સુધી, સુરેન્દ્રનગર જિલ્લામાં તથા જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા તાલુકામાં એમ એકંદરે વ્યાપકપણે પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી નથી પરંતુ, આગામી દિવસોમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે હળવા-મધ્યમ વરસાદનું જોર જારી રહેશે. સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં રાત્રિ સુધીમાં કટકે કટકે પોણા બે ઈંચ, ઉનામાં સવા ઇંચ, ગીર ગઢડા અને કોડીનારમાં પોણો ઈંચ, વેરાવળમાં અર્ધો ઈંચ, તાલાલામાં ઝાપટાં વરસ્યા હતા. જ્યારે સૌથી વધુ વરસાદ બોટાદમાં અઢી ઈંચ નોંધાયો છે.

Advertisement

ભાવનગરના ગારિયાધર, પાલીતાણા, શિહોર, ભાવનગર શહેર સહિત પંથકમાં એકથી દોઢ ઈંચ પાણી પડી ગયું હતું. જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં પણ એક ઈચ વરસાદ નોંધાયેલ છે. જુનાગઢના વિસાવદર અને માળીયા હાટીનામાં અર્ધો ઈંચ જ્યારે જુનાગઢ, મેંદરડા, વંથલી, ભેંસાણ સહિત વિસ્તારોમાં ઝાપટાં વરસ્યા હતા. મોરબી જિલ્લામાં પણ આજે મેઘરાજાનું આગમન થયું હતું. હળવદમાં અને મોરબીમાં એક ઈચ વરસાદ નોંધાયો હતો. મોરબીમાં આટલા વરસાદથી શહેરમાં જળબંબાકાર થયો હતો અને લોકોને હાલાકી પડી હતી. જળનિકાલની વ્યવસ્થા દેખાતી ન્હોતી. જિલ્લાના ટંકારામાં પણ પોણો ઈંચ વરસાદ વરસી રાજકોટ જિલ્લામાં મેઘરાજાનું જોર આજે ઓછુ હતું, જસદણમાં અર્ધો ઈંચ જેટલું પાણી વરસ્યું છે. રાજકોટમાં વાદળો ઘેરાયા પણ વરસ્યા ન્હોતા. વાંકાનેર અને ઉપલેટામાં હળવા ઝાપટાં વરસ્યા હતા. અમરેલીમાં અવિરત અમીવર્ષા જારી રહી છે. રાજુલામાં સવા ઈચ વરસાદથી બજારોમાં પાણી ભરાયા હતા અને વિજપૂરવઠો કેટલાક વિસ્તારમાં ખોરવાયો હતો. અને લિલીયામાં એક ઈંચ વરસાદ ઉપરાંત બાબરા, સાવરકુંડલા, અમરેલી, લાઠી વગેરે પંથકમાં અર્ધાથી એક ઈંચ સુધી વરસાદથી ડેમોમાં નવી આવક શરુ થઈ છે. અમરેલીમાં એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરાયેલી છે. જાફરાબાદના કાંઠાળ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.ભાવનગર જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર ચાલુ રહી છે. જિલ્લાના ગારીયાધારમાં દોઢ ઇંચ ,પાલીતાણા અને સિહોર માં એક- એક ઇંચ, જેસર,ભાવનગર શહેર અને તળાજા માં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 3, ઉમરાળા 3, ભાવનગર શહેર 14, ઘોઘા 11, શિહોર 21, ગારીયાધાર 38, પાલીતાણા 28, તળાજા 17 અને જેસરમાં 19 મી.મી. વરસાદ નોંધાયો છે. મોરબી શહેરમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ આખરે મેઘરાજાની મહેર વરસી હતી આજે બપોરના સુમારે ધોધમાર વરસાદ શરુ થયો હતો ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા મોરબી શહેરમાં ખુશીની લહેર છવાઈ છે.

14 જળશાયોમાં નવાં નીરની આવક
સૌરાષ્ટ્ર કચ્છમાં સતત છઠ્ઠા દિવસે ભારે વરસાદના પગલે 14 જળાશાયોમાં નવા નીરની આવક નોંધાઇ છેે. જેમાં આજી-1માં 0.3, મોજ ડેમ 1.77, ફુફડ 0.82, આજી-2 0.7, છાપરા વાડી-2 9.84, મચ્છુ -2 0.52, ન્યારી ડેમ 0.66, ઘોડાઘ્રોઇ 0.33, મચ્છુ-3 0.7, ઉંડ-3 0.98, ફુલઝર 2.30, ભોગાવો-2 0.16 ફૂટ સહિત 14 ડેમોની સપાટીમાં વધારો જોવા મળ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement