For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ ખાતે 1 મહિનાની નિ:શુલ્ક ઇલેક્ટ્રિક મોટર્સ સર્વિસ, મિકેનિકની અપાશે તાલીમ

11:39 AM Jun 12, 2024 IST | admin
જૂનાગઢ ખાતે 1 મહિનાની નિ શુલ્ક ઇલેક્ટ્રિક મોટર્સ સર્વિસ  મિકેનિકની અપાશે તાલીમ

એસબીઆઇ આરસેટી દ્વારા તાલીમાર્થીઓને આવાસ અને ભોજનની સુવિધા અપાશે

Advertisement

ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા(આરસેટી) જૂનાગઢ દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ માટે 30 દિવસની ઇલેક્ટ્રિક મોટર રીવાઇન્ડિંગ અને સર્વિસ તેમજ ટુ વ્હીલર મેકેનિકની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં નિ:શુલ્ક આવાસ અને ભોજનની સુવિધા આપવામાં આવશે. આ તાલીમમાં 18 વર્ષથી 45 વર્ષ સુધી ગીર સોમનાથ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ ભાગ લઇ શકે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારત સરકાર માન્ય પ્રમાણપત્ર અને સબસિડીવાળી લોનનો લાભ પણ આપવામાં આવશે.
આગામી તા.11/06 મંગળવાર થી ઇલેક્ટ્રિક મોટર રીવાઇન્ડિંગ અને સર્વિસ તેમજ ટુ વ્હીલર મેકેનિકની તાલીમ શરૂૂ થઇ રહી છે. આ તાલીમમાં ભાગ લેવા માટે સોમવારથી શનિવાર સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી 02852620951 તથા મો.નં.9904646466 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
આ તાલીમ એસબીઆઇ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં બીલખા રોડ, જૂનાગઢ ખાતે નિ:શુલ્ક આપવામાં આવશે. આ તાલીમમાં જોડાવા માટે 3 પાસપોર્ટ સાઇઝના ફોટા, આધારકાર્ડ, રેશનકાર્ડ, માર્કશીટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્કની પાસબુક આ તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવાની રહેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement