સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

1 લાખ રોકડા-મંગળસૂત્ર-વીંટી: અંબાણી પરિવારે 50 યુગલના લગ્ન કરાવ્યા

04:46 PM Jul 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અંબાણી પરિવારમાં અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા અંબાણી પરિવારે મંગળવારે પાલઘરના 50 અંડરપ્રિવલેજ કપલના લગ્ન કરાવ્યા હતા. આ કાર્યક્રમ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે યોજાયો હતો. આ દરમિયાન લગભગ 800 લોકોએ ભાગ લીધો હતો. સમૂહ લગ્ન સમારોહમાં વર-ક્ધયાના પરિવારો ઉપરાંત સામાજિક કાર્યકરો અને સામુદાયિક સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો.

અંબાણી પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઉપરાંત દીરો આકાશ અંબાણી અને તેની પત્ની શ્ર્લોકા અંબાણીએ હાજરી આપી હતી. આ વખતે ઈશા અંબાણીએ પતિ આનંદ પિરામલ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તમામ 50 દુલ્હનોને તેમના લગ્ન પ્રસંગે, મંગળસૂત્ર, વીંટી અને નાકની લવિંગ જેવા ઘરેણાં ઉપરાંત, તેમને વીછિયા અને પાયલ જેવા ચાંદીના ઘરેણાં પણ આપવામાં આવ્યા હતા. આ સિવાય ક્ધયાને 1.01 લાખ રૂૂપિયાનો ચેક સ્ત્રીધન તરીકે આપવામાં આવ્યો હતો, આ ચેક ક્ધયાના નામે આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત લગ્ન કરનાર કપલને આખા વર્ષ માટે રાશન અને ઘરવખરીનો સામાન, જરૂૂરી ઘરવપરાશનો સામાન અને બેડ પણ આપવામાં આવ્યો હતો. લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહેમાનો માટે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, વારલી જાતિના પરંપરાગત તડપા નૃત્યનો પણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, હું નવા કપલોને જોઈને ખૂબ જ ખુશ છું. હું આ બધા કપલોને આશીર્વાદ આપું છું. આજના સમૂહ લગ્ન કાર્યક્રમ સાથે અનંત અને રાધિકાનો પશુભ-લગ્નથ કાર્યક્રમ શરૂૂ થયો છે.

Tags :
Ambani familygujaratgujarat newsindiaindia news
Advertisement
Next Article
Advertisement