For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીની શુભમ ઇન્ડસ્ટ્રીઝ સાથે ઓફિસ બોયની રૂા.1.62 કરોડની ઠગાઇ

12:51 PM Jun 04, 2024 IST | Bhumika
મોરબીની શુભમ ઇન્ડસ્ટ્રીઝ સાથે ઓફિસ બોયની રૂા 1 62 કરોડની ઠગાઇ
Advertisement

મોરબીના શક્ત શનાળા ઉમા પાર્ટી પ્લોટ સામે નિતીન ઝોન વિસ્તારમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં ઓફિસ બોય તરીકે કામ કરતા આરોપીએ શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી રૂૂ.1,62,74,435 ની છેતરપીંડી કરી નુકસાન કર્યું હતું જેથી આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના નાની કેનાલ રોડ ઓમ પાર્ક -1 મારૂૂતી એપાર્ટમેન્ટ બ્લોક નં -201મા પ્રવીણભાઈ ગોવિંદભાઈ ભોરણીયા (ઉ.વ.48) એ આરોપી કિશન રમેશભાઈ બરાસરા રહે. એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.30-06-2023 થી 27-04-2024 દરમ્યાન આરોપી ફરીયાદીની ભાગીદારી પેઢીમાં ઓફીસ બોય તરીકે કામ કરતો હોય તે દરમ્યાન ફરીયાદી તથા ભાગીદારોનો વિશ્વાસ જીતી બેંકની ચેકબુકમાં જાણ બહાર પોતાની રીતે રકમ લખી ધર્મેન્દ્રભાઇની ખોટી સહી કરી બેંકની કેશ ક્રેડીટ (સી.સી.) ઉપાડી તેમજ અલગ અલગ વેપારીઓ પાસેથી વેપારના રૂૂપીયા પોતાના અંગત એકાઉન્ટમાં મેળવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી તેમજ ઞઙઈં દ્રારા પોતાના બેંક ખાતામાં રૂૂપીયા ટ્રાન્સફર કરી તેમજ કંપનીનુ મટીરીયલ્સ ઓછા ભાવે વેપાર કરી માર્કેટીંગ કરી ફરીયાદી તથા ભાગીદારો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી તેમજ બેંકમાંથી આવતા મેસેજ ડીલીટ કરી નાખી ચેકોમાં પોતે ખોટી સહી કરી સાચા તરીકે ઉપયોગ કરી ફરીયાદી તથા સાહેદોની ભાગીદારી પેઢીને કુલ રૂૂપીયા - 1,62,74,435/- ની છેતરપીંડી કરી આર્થીક નુકશાન કર્યું હોવાથી ભોગ બનનાર પ્રવીણભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -406,408,420,465,468,471 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement