For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તનિષ્કના શો રૂમમાં દાગીનાની ખોટી રસીદ બનાવી રૂા.1.56 કરોડની ઉચાપત

12:10 PM May 13, 2024 IST | Bhumika
તનિષ્કના શો રૂમમાં દાગીનાની ખોટી રસીદ બનાવી રૂા 1 56 કરોડની ઉચાપત
Advertisement

આરોપીઓએ દાગીના ફાઈનાન્સ કંપનીમાં આપી લોન લઈ લીધી, સ્ટોક ટેલી કરતાં કૌભાંડ બહાર આવ્યું


મોરબી પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ છેતરપિંડી વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધ્યો

Advertisement

મોરબીમાં આવેલ જાણીતી બ્રાંડ તનિષ્કના શો રૂૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓએ મળીને શો રૂૂમને ચૂનો લગાવવાનું કામ કર્યું હતું જેમાં ઘરેણા વેચવાની જવાબદારી સંભાળતા કર્મચારીએ અન્ય સાથે મળીને સોનાના દાગીના નંગ 73 અને દીપકભાઈ પરમારના દાગીનાની ખોટી રીસીપ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી દાગીના નહિ આપી રૂૂ 1,56,14,000 જેટલી રકમની ઉચાપત કરી શો રૂૂમ સાથે વિશ્વાસઘાત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

મોરબીના રવાપર લીલાપર રોડ પર પ્લેટીનયમ હાઈટ્સમાં હેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ આરોપીઓ હરિભાઈ જયંતીલાલ ભટી રહે પંચાસર રોડ શિવ સોસાયટી મોરબી, આશિષભાઈ રહે મોરબી, ઈરફાન સાદિક વડગામ રહે વાવડી રોડ મોરબી, ભાવના પ્રેમજીભાઈ સોલંકી રહે માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી અને ધવલ અલ્પેશભાઈ પટની રહે ગ્રીન ચોક પાસે મોરબી એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે શો રૂૂમમાં બે મેનેજરની જગ્યા હોય જ્યાં એક મેનેજરની પોસ્ટ ખાલી હોવાથી રાજકોટથી પરિમલભાઈ મેનેજર તરીકે તા. 2-04-2024 ના રોજ ચાર્જ સંભાળ્યો હતો અને શો રૂૂમમાં ઘરેણાનો ફીઝીકલ સ્ટોક ટેલી કરાવી દેવાનું કહેતા ભાગીદાર રોનકભાઈ બાલકૃષ્ણ બાટાણી જામનગરથી એક ટીમ સાથે સ્ટોક વેરીફાઈ કરવા માટે તા. 02-04-2024 ના રોજ આવ્યા હતા જ્યાં સ્ટોકની ગણતરી કરતા સીસ્ટમના સ્ટોક સાથે મળી રહ્યો ના હતો જેથી ડીટેઇલમાં તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં શો રૂૂમના ફ્લોર મેનેજર હરીલાલ જયંતીલાલ ભટી એક પ્રોડક્ટ જે સિસ્ટમમાં ચડાવેલ ના હતી તે પ્રોડક્ટ ફ્લોર પર ટ્રેમાં શંકાસ્કાદ રીતે નજર ચૂકવીને રાખતા જોવા મળ્યા હતા અને ફ્લોરનો ફીઝીકલ સ્ટોક મેળવવા શરુ કર્યો હતો દરમિયાન અનેક પ્રોડક્ટ જે સીસ્ટમમાં ના હતી તે ફ્લોર પર જોવા મળી રહી ના હતી જેથી પ્રોડક્ટને છુપાવવા માટે શો રૂૂમના સ્ટોકમાં મેનેજર તરીકે કામ કરતા જેની પોસ્ટ બી.એસ.ઓ કહેવાય જેનું નામ ધવલ અલ્પેશ પટની છે તે બધો સ્ટોક ગણતરી મેળ કરી રહ્યો હોય તેવું માલૂમ પડ્યું હતું અને હરીલાલ જયંતીલાલ ભટી તેમજ ધવલ પટનીને પૂછપરછ કરતા બધો સ્ટોક કંપની અને માલિકની જાણ બહાર સ્ટોર બહાર લઇ ગયો હતો તેવું સ્વીકાર્યું હતું.

જેથી સ્ટોરના કારીગર તરીકે કામ કરતા આશિષભાઈ, સ્ટોરનો સેલ્સ સ્ટાફમાં નોકરી કરતા ઈરફાન સાદિક વડગામ, ભાવના સોલંકી આમાં સામેલ છે તેમ રૂૂબરૂૂમાં સ્વીકાર્યું હતું જે બાબતે ટાઈટન કંપની લીમીટેડને ઈમેલથી જાણ કરી હતી અને સ્ટોક ઓડીટર બીજા જ દિવસે તા. 03 એપ્રિલના રોજ સ્ટોર પર આવી સંપૂર્ણ ડીટેઇલ ઓડીટની પ્રક્રિયા શરુ કરી હતી અને સ્ટોક ઓડીટ દરમિયાન ધ્યાને આવ્યું કે હજી ઘણા બધા દાગીના પણ ગુમ છે જેની ગણતરી કરતા કુલ 104 નંગ ઘરેણા જેની કીમત રૂૂ 2,53,61,000 થાય તે ગાયબ જોવા મળ્યા હતા જેની ઉચાપત સ્ટોરના કર્મચારી જેમાં સ્ટોર મેનેજર હરિભાઈ ભટી, સ્ટોક જવાબદારી સંભાળતા ધવલ સોની, ઈરફાન વડગમા, ભાવના સોલંકી અને કારીગર આશિષભાઈ દ્વારા કરવામાં આવી હોવાનું માલૂમ પડ્યું હતું
જે બાબતે હરિભાઈએ જણાવ્યું હતું કે તેઓ મુથુટ ફાઈનાન્સ અને ઈંઈંઋક ફાઈનાન્સ અને ફેડ બેંકમાં ઘરેણા આપ્યા જેની સામે પર્સનલ લોન લીધી હતી જેથી તમામ ફાઈનાન્સ કંપનીમાંથી હરિભાઈને ગોલ્ડ છોડાવવા માટે રૂૂ 29,21,999 આપ્યા હતા અને હરિભાઈની સાથે રહીને ઘરેણા પર લીધેલ લોનની ભરપાઈ કરી ઘરેણા છોડાવ્યા હતા તેમજ ઈરફાન વડગામાને પૂછતાં તેને મુથુટ ફાઈનાન્સમાં ઘરેણા આપ્યા જેની સામે પર્સનલ લોન લીધી હતી તે ગોલ્ડ છોડાવવા રૂૂ 13,75,000 આપ્યા હતા અને ઘરેણા છોડાવ્યા હતા ફાઈનાન્સ કંપનીમાંથી તા. 4-5-6 એપ્રિલના તથા 8 એપ્રિલના રોજ આપેલ રૂૂપિયાથી લોનની ભરપાઈ કરી ઘરેણા છોડાવ્યા હતા.

જે તમામ કર્મચારીની પૂછપરછ કરતા ઘણા બધા ઘરેણાના રૂૂપિયા ગ્રાહક પાસેથી લઈને ઘરેણા સોપી આપેલ પણ તેના રૂૂપિયા કંપનીમાં જમા કરાવ્યા ના હતા અને પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે લીધા હતા આમ પાંચેય કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને ઘરેણા વેચવાની જવાબદારી હોય જેને સોનાના ઘરેણા જેમાં સોનાની બુટી નંગ 08, સોનાના સેટ નંગ 11, બેન્ગ્લ્સ નંગ 18, ચેઈન નંગ 14, વીંટી નંગ 15, મંગલસૂત્ર 2 નંગ, પેન્ડલના સેટ નંગ 03 અને અધર નંગ 01 સહીત કુલ 73 નંગ ઘરેણા અને દીપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા પરત મંગાવી દીપકભાઈને પરત નહિ આપી ખોટી રીસીપ બનાવી કુલ રૂૂ 1,56,14,000 ની ઉચાપત કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement