For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીરપુરની 1.40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ

11:46 AM May 14, 2024 IST | Bhumika
વીરપુરની 1 40 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો  એકની ધરપકડ
Advertisement

યાત્રાધામ વિરપુર જલારામ ગામે રહેતા અને રાજકોટના ત્રંબા ખાતે શિક્ષક તરીકે ખાનગી નોકરી કરતા ભાર્ગવભાઈ કનરાય જાનીએ વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રાત્રિના સમયે અંદાજિત બે વાગ્યા આસપાસ સુઈ ગયા હતા અને સવારે ચાર વાગ્યે પાણીનો વારો હોવાથી વહેલા ઊઠ્યા હતા તે દરમિયાન પોતાના રૂમનો દરવાજો ખોલવા જતા રૂૂમનો દરવાજો કોઈએ બહારથી લોક કરી દીધેલ હોવાનું માલુમ પડ્યું હતું જે બાદ તેમના દ્વારા તેમના પાડોશીને ફોન કરી બોલાવતા પાડોશી ધાબા પરથી આવી લોક કરેલ દરવાજો ખોલતા માલુમ પડ્યું હતું કે, બાજુમાં રહેલ રૂમના દરવાજાના લોકને કોઈએ તોડી નાખવામાં આવેલ હતો જે બાદ તૂટેલા દરવાજા વાળા રૂમની અંદર પ્રવેશ કરતા ત્યાં રહેલ ત્રણ કબાટ ખુલેલા હતા અને રૂમની અંદર સામાન વેરવિખેર પડ્યો હતો જેથી તેમને આ દ્રશ્યો જોતા તેમની વસ્તુઓ અને રોકડ રકમ અંગે તપાસ કરતાં તેમને માલુમ પડ્યું હતું કે તેમની બચતના રોકડ રકમ રૂૂપિયા 1,40,000 તેમજ સોનાનું બ્રેસ્લેટ જેની અંદાજિત કિંમત રૂૂપિયા 31547 જેવી હતી તે કપાટમાં રાખેલ થેલામાં ન હોવાથી પોતાના ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તેથી ભાર્ગવભાઈએ વિરપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને વિરપુર પોલિસના પીએસઆઇ એસ.વી.ગરચર સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવી સઘન તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન વિરપુર પો.હેડ કોન્સ.ધર્મેન્દ્રભાઇ આહીર તથા ગીરીશભાઇ ભાણજીભાઇ નાઓને સંયુક્ત રાહે મળેલ બાતમી અને હકીકત મુજબ ચોરીના ગુન્હામા સંડોવાયેલ અમિત ભુપતભાઇ ડાભી (દેવી પુજક) ઉ.વ.ર6 રહે. મુળ સુલતાનપુર તેમજ વિરપુર ગામ મેવાસા રોડ પર ધજાધાર હાલ રહે.રાજકોટ જંગલેશ્રવર, માર્કેટ વિસ્તારની પાછળ.આ બનાવમાં વિરપુર પોલીસના પીએસઆઇ એસ.વી.ગળચરે પોતાની ટિમ સાથે ધર્મેન્દ્રભાઇ ચાવડા, ગીરીશભાઇ બગડા, વિજયભાઇ ગોહેલ, નિશાંતભાઇ પરમાર, કૌશીકભાઇ ચાચાપરા, વિપુલભાઇ સોલંકી સહિતના સ્ટાફે આરોપીને ઘરફોડ ચોરીના બનાવની ગણતરીની જ કલાકોમાં શોધી દાગીનાની ઘરફોડ ચોરીના ગુન્હામા સંડોવાયે આરોપીને અમિત ડાભીને ચોરીમા ગયેલ તમામ મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement