For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રિપ્ટો કરન્સીમાં 1.34 કરોડના રોકાણની સામે 34 કરોડના નફાની લાલચમાં આધેડ છેતરાયા

11:52 AM Jun 13, 2024 IST | Bhumika
ક્રિપ્ટો કરન્સીમાં 1 34 કરોડના રોકાણની સામે 34 કરોડના નફાની લાલચમાં આધેડ છેતરાયા
Advertisement

આનંદમાં આવી ગયેલા આધેડ રૂા.1700 ઉપાડવા ગયા ને ગઠિયાએ 2 કરોડ જમા કરવાનું કહ્યું

Advertisement

ફેસબુક અને વોટસએપ પર શેરબજારમાં રોકાણની ટિપ્સ મેળવવાની જાહેરાત કરનાર રાહુલ શર્મા નામના ઠગે અમદાવાદના એમ.ટેક થયેલા આધેડને 1.34 કરોડનો ચૂનો લગાવ્યો છે.રાહુલ શર્મા અને તેના આસિસ્ટન્ટ જેનેટે આધેડને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લલાચ આપી હતી અને તેમના રોકાણ પર 34 કરોડ નફો થયો હોવાનું ઓનલાઇન બતાવવામાં આવ્યું હતું.

જેને લઇને આધેડ આનંદમાં આવી ગયા હતા, પરંતુ રૂૂપિયા ઉપાડવાની વાત આવી ત્યારે જાણ થઇ કે પોતે છેતરાઇ ગયા છે. બનાવની વધુ વિગતો મુજબ, શહેરના શેલા સ્થિત ઓર્ચિડ હેવનમાં રહેતા નંદ બોગોટ(68) નિવૃત્ત જીવન ગુજારે છે.તેઓ પરિવાર સાથે પોતાની જીવન વિતાવી રહ્યા છે. આ દરમિયાન તેમના વોટસએપ અને ફેસબુક પર મેસેજ આવ્યો હતો કે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરો અને લાખો રૂૂપિયાનો નફો મેળવો. બોગોટે રસ બતાવતા સામે છેડેથી કથિત રાહુલ શર્માએ તેમની સાથે વાત કરી હતી અને ત્યારબાદ પોતાના આસિસ્ટન્ટ જેનેટે સાથે વાત કરાવી હતી. નિવૃત્ત બોગોટ વાતોમાં આવી ગયા.

ત્યારબાદ તેમનું આઇડી બનાવી તેમને જુદા જુદા શેરની અને ક્રિપ્ટો કરન્સીની ટિપ્સ આપવામાં આવતી હતી. તેમને એક ગ્રૂપમાં પણ એડ કરવામાં આવ્યા હતા.નિવૃત્ત બોગોટને દરેક ઇન્વેસ્ટ પર લાખો રૂૂપિયાનો નફો બતાવવામાં આવતો હતો. તેમના આઇડી પરથી તેમણે 1.34 કરોડનું રોકાણ કર્યું અને તેમને 34 કરોડનો નફો બતાવવામાં આવતો હતો.

કરોડો રૂૂપિયાનો નફો થઇ ગયા બાદ બોગોટે પોતાને જરૂૂરિયાત હોવાથી માત્ર 1700 રૂૂપિયા વીડ્રો કરવા માટે રિક્વેસ્ટ નાખી હતી ત્યારે તેમને સામે છેડેથી જણાવવામાં આવ્યું હતું કે, જો તમારે રૂૂપિયા ઉપાડવા હોય તો 2 કરોડ જમા કરાવવા પડશે.આ ઘટના બાદ રોજે રોજ આધેડની વાતને ટાળવામાં આવતી હતી. આખરે આધેડને જાણ થઇ હતી કે, પોતે છેતરાઇ ગયા છે.જેને પગલે તેમણે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આરંભી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement