For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RTEમાં નવા નિયમથી 1.32 લાખ બાળકો પ્રવેશથી વંચિત

04:48 PM Jun 10, 2024 IST | Bhumika
rteમાં નવા નિયમથી 1 32 લાખ બાળકો પ્રવેશથી વંચિત
Advertisement

2.35 લાખ ફોર્મમાંથી માત્ર 40 હજાર વિદ્યાર્થીઓને જ એડમિશન અપાયું: બેઠકમાં ઘટાડો થતાં શાળામાં સંખ્યા ઘટશે

આરટીઇમાં આ વર્ષે 2.35 લાખ ફોર્મ ભરાયા હતા. તેમાં 1.72 લાખ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. જયોર માન્ય ફોર્મમાંથી શિક્ષણ વિભાગ દ્વારા માત્ર 40,650 બાળકોને જ એડમિશન આપવામાં આવતા 1.32 લાખ બાળકોને પ્રવેશ મળ્યો નથી. શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષેનો કવોટા ધ્યાને લેતા આ વર્ષ સીટમાં જબરો ઘટાડો આવ્યો હોવાથી બાળકોને પ્રવેશ માન શક્યો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, છઝઊમાં પ્રવેશ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોની 25 ટકા પ્રમાણે ધોરણ-1માં પ્રવેશ ફાળવવા માટે ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.

Advertisement

જેમાં ચાલુ વર્ષે રાજ્યની 9828 પ્રાથમિક સ્કૂલોની 45170 બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં સમગ્ર રાજ્યમાંથી 235387 જેટલા ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જ જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી શરૂૂ કરવામાં આવી હતી. તમામ ફોર્મની ચકાસણીના અંતે 172675 જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે 15319 ફોર્મ અધુરા દસ્તાવેજો જેવા જુદા જુદા કારણોસર અમાન્ય રહ્યા હતા. જ્યારે 47393 જેટલા ફોર્મ અરજદારો દ્વારા કેન્સલ કરવામાં આવ્યા હતા. ફોર્મની ચકાસણી સહિતની કાર્યવાહી પુર્ણ થયા બાદ પ્રથમ રાઉન્ડમાં 39979 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશ પૈકી 36820 વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા હતા. જ્યારે બીજા રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશ પૈકી 2477 વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા હતા. આમ, પ્રથમ બે રાઉન્ડના અંતે કુલ 39297 વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા હતા.

બે રાઉન્ડની કાર્યવાહી પુર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો પર વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી શકાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી હતી. ત્રીજા રાઉન્ડમાં વધુ 1353 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આમ, છઝઊમાં પ્રથમ રાઉન્ડમાં 36820, બીજા રાઉન્ડમાં 2477 મળી કુલ 39297 વિદ્યાર્થીઓના પ્રવેશ ક્ધફર્મ થયા છે અને ત્રીજા રાઉન્ડમાં 1353 બાળકોને પ્રવેશ ફાળવાયો છે. આમ, કુલ 40650 જેટલી બેઠકો પર અત્યાર સુધી પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. જ્યારે 4556 જેટલી બેઠકો પસંદગીના અભાવે ખાલી રહેવા પામી છે. જ્યારે બીજી બાજુ છઝઊમાં પ્રવેશ માટે રાજ્યમાંથી 2.35 લાખ જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાંથી 1.72 લાખ જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા. આ માન્ય રહેલા ફોર્મ પૈકી શિક્ષણ વિભાગ દ્વારા છઝઊમાં 132025 જેટલા વાલીઓના ફોર્મ માન્ય રહ્યા હોવા છતાં ઓછી બેઠકો હોવાના લીધે તેમને પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા ગતવર્ષે ધોરણ-1માં થયેલા પ્રવેશને ધ્યાને રાખીને છઝઊની બેઠકો નક્કી કરવામાં આવતી હોય છે. ગતવર્ષે ધોરણ-1માં પ્રવેશની વયમર્યાદા 6 વર્ષની કરવાનો નિયમ અમલમાં આવ્યો તેના પગલે 5 વર્ષથી મોટા અને 6 વર્ષ કરતા નાના બાળકોને ધોરણ-1માં પ્રવેશ મળ્યો ન હતો.

જેથી આવા બાળકો માટે બાલવાટિકા શરૂૂ કરવામાં આવી હતી અને 6 વર્ષ કરતા મોટા બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ ફાળવાયો હતો. જેના પગલે ગતવર્ષે ધોરણ-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ ઓછી હોવાના લીધે ચાલુ વર્ષે છઝઊમાં બેઠકોની સંખ્યામાં જંગી ઘટાડો થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement