For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-ચીનના રાજદ્વારી સંબંધો બગડવાથી ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને 1.25 લાખ કરોડનો ફટકો

11:24 AM Jun 15, 2024 IST | Bhumika
ભારત ચીનના રાજદ્વારી સંબંધો બગડવાથી ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને 1 25 લાખ કરોડનો ફટકો
Advertisement

ચાર વર્ષમાં ભારતીય મેન્યુફેકચરોને નુકસાન થતાં એક લાખ નોકરીઓ ગઇ હોવાનો આઇસીઇએ અને એમએઆઇટીનો દાવો

ચીન સાથે વધતા તણાવને કારણે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદકોને ઉત્પાદનમાં 15 બિલિયન ડોલરનું નુકસાન તેમજ 100,000 નોકરીઓ ગુમાવવી પડી હોવાનું કહેવાય છે. ઉત્તરી પડોશીના નાગરિકોને વિઝા આપવામાં લાંબો વિલંબ અને ભારતમાં કાર્યરત ચીની કંપનીઓની સરકારની તપાસ વચ્ચે આ બન્યું છે. વિવિધ મંત્રાલયોને સબમિશનમાં, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગે જણાવ્યું હતું કે ભારતે 10 અબજ ડોલરની નિકાસની તક ગુમાવી છે અને મૂલ્ય વધારામાં 2 અબજ ડોલરની ખોટ પણ કરી છે.

Advertisement

ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર, ચાઇનીઝ એક્ઝિક્યુટિવ્સની 4,000-5,000 વિઝા અરજીઓ હાલમાં સરકારની આગળની રાહ જોઈ રહી છે, જે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની વિસ્તરણ યોજનાઓને અવરોધે છે. નવી દિલ્હીએ 10 દિવસની અંદર બિઝનેસ વિઝા અરજીઓ ક્લિયર કરવા માટે મિકેનિઝમ ગોઠવી હોવા છતાં આ અરજીઓ પેન્ડીંગ છે.

ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) અને મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (એમએઆઈટી) લોબી જૂથો હાલમાં એક મહિના કરતાં વધુ સમય લેનારા ચીની અધિકારીઓ માટે વિઝા મંજૂરીઓ ઉતાવળ કરવા કેન્દ્રને વિનંતી કરી રહ્યા છે. એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, આ એક્ઝિક્યુટિવ્સ ટેકનોલોજી અને સ્કિલ ટ્રાન્સફર, પ્રોડક્શન યુનિટ ઇન્સ્ટોલ કરવા અને કમિશનિંગ કરવા, કાર્યક્ષમતા પ્રક્રિયાઓની સ્થાપના અને જાળવણી માટે જરૂૂરી છે. એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, બેકલોગમાં અટવાયેલી ચીની કંપનીઓની લીડરશીપ ટીમો માટે વિઝા અરજીઓ છે જે અહીં સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારીમાં મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપવા માટે આમંત્રિત છે.

અમારી ડોમેસ્ટિક વેલ્યુ એડિશન (ડીવીએ) યોજનાને ગંભીર અસર થઈ છે. જ્યારે મોબાઈલ માટે પીએલઆઇ(પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી (2020-21માં), ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે સપ્લાય ચેઈન ચીનથી શિફ્ટ થઈ જશે. પરંતુ આ સ્ટેન્ડઓફ અને પ્રેસ નોટ 3 (ભારત સાથે જમીનની સરહદ વહેંચતા દેશોમાંથી રોકાણની વધુ તપાસ ફરજિયાત) ને કારણે, સપ્લાય ચેઇનનું સ્થળાંતર ગંભીર રીતે ઘટાડી દેવામાં આવ્યું છે, આઇસીઇએએ ગુમાવેલી તકના વિશ્ર્લેષણના ભાગરૂૂપે જણાવ્યું હતું. એસોસિએશન ટોચની મોબાઇલ બ્રાન્ડ્સ અને ઉત્પાદકો જેમ કે આાહય, ઘાાજ્ઞ, ટશદજ્ઞ, ઉશડ્ઢજ્ઞક્ષ ઝયભવક્ષજ્ઞહજ્ઞલશયત અને કફદફનું પ્રતિનિધિત્વ કરે છે.

આઇસીઇએનો અંદાજ છે કે ભારત અને ચીન વચ્ચેની સામાન્ય વ્યાપારી પ્રવૃત્તિને કારણે ભારતીય કંપનીઓનું મૂલ્ય વર્ધન વર્તમાન 18% થી વધીને 22-23% થયું હશે, જેના કારણે સ્થાનિક મોબાઈલ ફોન ઈકોસિસ્ટમમાં વધારાના રૂૂ. 15,000 કરોડ ડીવીએ વાર્ષિક યોગદાન થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement