For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ કોર્પોરેશનનો કોન્ટ્રાકટ અપાવવાનું કહી હિંમતનગરના યુવાન સાથે 1.05 કરોડની ઠગાઈ

05:09 PM Jun 26, 2024 IST | admin
અમદાવાદ કોર્પોરેશનનો કોન્ટ્રાકટ અપાવવાનું કહી હિંમતનગરના યુવાન સાથે 1 05 કરોડની ઠગાઈ

‘હું મેયરનો પીએ હતો, અધિકારી મને ઓળખે છે’ કહી 64 કરોડનો કોન્ટ્રાકટ અપાવવાનું કહી શીશામાં ઉતાર્યો : 3 સામે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો

Advertisement

અમદાવાદ મહાનગરપાલિકામાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાના નામે હિંમતનગરના યુવાન સાથે 1.05 કરોડની છતેરપિંડી કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના બેરણા ગામે રહેતા મિતેશ અતુલભાઈ પટેલ નામના યુવાને અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદ મોટેરામાં રહેતા સુમિત સુરેશકુમાર રાવલ અને ગૌતમ વિષ્ણુભાઈ પટેલ તેમજ મુંબઈ રહેતા વેરલ ઉર્ફે વિરલ હિંમતલાલ દોશીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2021માં મોટેરાના અદિતી ઇલાઈટ પાર્કમાં રહેતા આરોપી સુમિત સુરેશકુમાર રાવલે ભોગ બનનાર મીતેશ પટેલને પોતાના ઘર પાસે બોલાવી અને અમદાવાદ મહાનગરપાલિકામાં સારી ઓળખાણ હોવાનું કહી તેમજ પહેલા પોતે મેયરનો પી.એ. હતો એવું કહીને મહાનગરપાલિકાના પોલ્ડર પંપ તથા તેની એમ.સી.સી પેનલ તથા તેના હેડનું રીપેરીંગ તથા મેન્ટેન્સનો 64 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની અને વધારે નફાની લોભામણી લાલચ આપી મીતેશ પટેલ પાસેથી રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી રૂૂ.1,05,00,000 (એક કરોડ પાંચ લાખ) પડાવ્યાં હતા.
આરોપી સુમિત સુરેશકુમાર રાવલે મીતેશ પટેલ પાસેથી 64 કરોડના કોન્ટ્રાક્ટ માટે પહેલા 5,24,000 પડાવ્યાં હતા અને બાદમાં કોન્ટ્રાક્ટના નકલી કાગળો બનાવી આપીને મીતેશ પટેલ પાસેથી ટુકડે-ટુકડે રૂૂ.95,35,000 (95 લાખ 35 હજાર) પડાવ્યાં હતા. બાદમાં પણ મીતેશ પટેલ પાસેથી સુમિતે રૂૂ.4,41,000ના બે ચેક લીધા હતા. આમ કુલ મળીને આરોપી સુમિત સુરેશકુમાર રાવલે મીતેશ પટેલ પાસેથી રૂૂ.1,05,00,000 (એક કરોડ પાંચ લાખ) પડાવ્યાં હતા. આરોપીએ 16 કરોડનો ચેક આપ્યો, બાઉન્સ થતાં 64 કરોડનો ચેક આપ્યો બાદમાં સુમિતે મીતેશને કહ્યું હતું કે આપણાં કોન્ટ્રાક્ટ પેટે 16 કરોડની રકમ આવી ગઈ છે. સુમિતે વેરલ ઉર્ફે વિરલ દોશીના એકાઉન્ટનો 16 કરોડનો ચેક મીતેશને આપ્યો હતો. એ ચેક મીતેશે બેન્કમાં ભરતા ચેક બાઉન્સ થયો હતો.
તપાસ કરતાં કોન્ટ્રાક્ટના કાગળો બોગસ નીકળ્યા હતાં. જે બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement