રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નાનાભાઇએ કામધંધો કરવાનું કહેતા મોટાભાઇએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

12:50 PM Dec 12, 2023 IST | Sejal barot
Advertisement

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતો દિનેશભાઈ રણમલભાઈ જમોડ નામનો 30 વર્ષનો કોળી યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોય અને તેને દારૂૂ પીવાની ટેવ હોવાથી તેના નાના ભાઈ ભાવેશ રણમલભાઈ જમોડ (ઉ.વ. 22) એ દિનેશભાઈને કામધંધે જવાનું કહેતા તેણે તેના રહેણાંક મકાનમાં આવેલા હિંડોળાના લોખંડના કળામાં સુતરની દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ભાવેશભાઈ જમોડએ કલ્યાણપુર પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
બાઇક આડે કૂતરું
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં રહેતા વિજયભાઈ માંડણભાઈ કણજારીયા નામના યુવાન તેમના જી.જે. 03 પી.પી. 4043 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના બાઈક અને કૂતરું ઉતરતા મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે વિજયભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના ભાઈ મહેશભાઈ માંડણભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે.
ભાણવડના વૃદ્ધનું મૃત્યુ
ભાણવડની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા નટરાજભાઈ હંસરાજભાઈ દતાણી નામના 79 વર્ષના વૃદ્ધ ગઈકાલે રવિવારે આ વિસ્તારમાં આવેલા પડતર કુવામાં બિનજરૂૂરી કચરો નાખવા જતા અકસ્માતે તેઓ લપસીને કુવામાં પડી ગયા હતા. જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
જે અંગેની જાણ રઘુભાઈ નટરાજભાઈ દતાણીએ ભાણવડ પોલીસને કરી છે.

Advertisement

Tags :
andcuthislife shortthe elder brother cut histhroatWhen the younger brother asked to do business
Advertisement
Next Article
Advertisement