For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SBIએ ગ્રાહકોને આપી ન્યૂ યર ભેટ, FDના વ્યાજદર કર્યા અપડેટ, આજથી જ લાગૂ થયો નવો દર

03:31 PM Dec 27, 2023 IST | Sejal barot
sbiએ ગ્રાહકોને આપી ન્યૂ યર ભેટ  fdના વ્યાજદર કર્યા અપડેટ  આજથી જ લાગૂ થયો નવો દર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ FD વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. નવા FD (ફિક્સ્ડ ઈન્ટરેસ્ટ રેટ)ના દર આજથી અમલમાં આવ્યા છે. બેંકે રૂ. 2 કરોડની એફડીના વ્યાજ દરમાં સુધારા કર્યા છે. જણાવી દઈએ કે, બેંકે 2 વર્ષથી ઓછી, 2 થી 3 વર્ષથી ઓછી, 5 થી 10 વર્ષ સુધીની FDના વ્યાજ દરો અપડેટ કર્યા નથી. આ સિવાય, અન્ય તમામ એફડીના વ્યાજ દરો અપડેટ કરવામાં આવ્યા નથી.

Advertisement

આ FD પર મળશે આટલું વ્યાજ

7 દિવસથી 45 દિવસ સુધીના FDના દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકને 3.50 % વ્યાજ મળશે. તેવી જ રીતે, 46 દિવસથી 179 દિવસમાં પાકતી FDના દરમાં 25 BPSનો વધારો કરવામાં આવ્યો છે. હવે ગ્રાહકોને આ FD કાર્યકાળમાં 4.75 % ગેરંટી વ્યાજ મળશે. ગ્રાહકોને 3 વર્ષથી 5 વર્ષ કરતા ઓછા સમયગાળાની FD પર 6.75 %ના દરે વ્યાજ મળશે. બેંકે આ સમયગાળા દરમિયાન FD પરના વ્યાજ દરમાં 25 BPSનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, બેંકનો આ નવો વ્યાજદર 27 ડિસેમ્બર 2023 એટલે કે આજથી લાગૂ થઈ ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement