રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રોબર્ટ વાડરાએ લંડનમાં કાળી કમાણીથી પ્રોપર્ટી રિનોવેટ કરાવી

05:07 PM Dec 27, 2023 IST | Sejal barot
Advertisement

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરા સામે ઇડીએ આરોપ મૂક્યો છે કે તેઓ કાળી કમાણી થકી લંડનની એક પ્રોપર્ટી રિનોવેટ કરાવીને ત્યાં રોકાયા હતા.
સંભવત: વચેટિયા સંજય ભંડારી સામેના મની લોન્ડરિંગ કેસને સાંકળતા આ ઘટનાક્રમમાં પહેલીવાર ઇડી તરફથી વાડરાનું નામ સામે આવ્યું છે. ભંડારી 2016માં બ્રિટન ભાગી ગયો હતો અને બ્રિટન સરકારે ઇડી તથા સીબીઆઇની કાનૂની વિનંતીના પગલે આ વર્ષે જાન્યુઆરીમાં તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું કે તેણે યુએઇ સ્થિત એનઆરઆઇ બિઝનેસમેન ચેરુવથુર ચકુટ્ટી થામ્પી ઉર્ફે સીસી અને બ્રિટનના નાગરિક સુમિત ચઢ્ઢા સામેના કેસમાં નવી ચાર્જશીટ દાખલ કરી છે. બંને નાણાકીય ગેરરીતિઓના આરોપી છે. ઇડીના આરોપોથી લંડનના 12, બ્રયાનસ્ટોન સ્ક્વેર સ્થિત પ્રોપર્ટી તથા અન્ય કેટલીક મિલકતો સાથે વાડરાનું નામ સંકળાયું છે કે જે મિલકતોને ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઙખકઅ) હેઠળના ગુનાની કમાણી ગણાવી છે.
વાડરાના ખાસ ગણાતા થામ્પીની અગાઉ જાન્યુઆરી, 2020માં ધરપકડ થઇ હતી અને હાલ તે જામીન પર છે. ઇડીના દાવા મુજબ તેની તપાસમાં લંડનની પ્રોપર્ટીના સુમિત ચઢ્ઢા મારફત રિનોવેશનમાં વાડરાની સીધી સંડોવણી હોવાનું અને તે સરનામે વાડરા રોકાયા પણ હોવાનું સામે આવ્યું હતું. ઇડીએ વાડરા અને થામ્પી સામે દિલ્હી નજીક એક મોટા જમીન સંપાદનનો પણ આરોપ મૂક્યો હતો. ઇડીએ અગાઉ વાડરાની પૂછપરછ પણ કરી હતી પરંતુ તેઓ કંઇ ખોટું કર્યું હોવાનો ઇનકાર કરતા આવ્યા છે.
કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટ પછી થંપી અને ચઢ્ઢા સામે સમન્સ ઈશ્યૂ કરાયું હતું. ઈડીએ દિલ્હીની કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કર્યા બાદ થયેલી ફરિયાદના પગલે 22 ડિસેમ્બરે પગલાં ભરવાનું નક્કી કરાયું હતું. હવે 29 જાન્યુઆરીએ વધુ સુનાવણી કરાશે.

Advertisement

Tags :
blackLondonmoneyRobert Vadra renovated property inwith
Advertisement
Next Article
Advertisement