પહેલીવાર કેમેરાની સામે આવી રણબીર-આલિયાની પુત્રી રાહા, તેની ક્યુટનેસ જોઈને ચાહકો થયાં ફિદા, જુઓ વિડીયો
ક્રિસમસના ખાસ અવસર પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. દંપતીએ તેમની લાડકી દીકરી રાહાનો ચહેરો બતાવ્યો છે. ચાહકો તેમની નાની રાજકુમારીનો ચહેરો જોવા માટે ઉત્સુક છે. હવે આ કપલે તેમની ઈચ્છા પૂરી કરી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રણબીર અને આલિયા પહેલીવાર તેમની લાડકી દીકરી રાહાને લઈને મીડિયાની સામે આવ્યા છે. આ વિડિયોમાં રણબીર અને આલિયા રાહાને ખોળામાં લઈને જોઈ શકાય છે. પિતાના ખોળામાં બેઠેલી રાહા એકદમ શાંત દેખાતી હતી.જ્યારે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા-પિતા બન્યા ત્યારે ચાહકો ખૂબ જ ખુશ હતા, પરંતુ ઇન્ડસ્ટ્રીના આ પાવર કપલથી ફેન્સ પણ નાખુશ હતા. વાસ્તવમાં રાહાના જન્મના એક વર્ષ પછી પણ દંપતીએ રાહાનો ચહેરો જાહેર કર્યો ન હતો. પરંતુ ક્રિસમસના ખાસ અવસર પર આ કપલ રાહા સાથે જોવા મળ્યું હતું. આ દરમિયાન રાહાના ક્યૂટ ચહેરાને જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા નથી.