For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટી-20માં ભારત માટે વરસાદ વિલન, દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે જીતી મેચ

12:49 PM Dec 13, 2023 IST | Sejal barot
ટી 20માં ભારત માટે વરસાદ વિલન  દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે જીતી મેચ

દક્ષિણ આફ્રિકાએ મંગળવારે રમાયેલી શ્રેણીની બીજી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હરાવ્યું છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ટાર્ગેટ બદલવામાં આવ્યો હતો, જેનો ફાયદો સાઉથ આફ્રિકન ટીમને થયો અને અંતે તે જીતી ગઈ.ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 180 રન બનાવ્યા હતા, જવાબમાં દક્ષિણ આફ્રિકાને વરસાદના કારણે 15 ઓવરમાં 152 રનનો સંશોધિત ટાર્ગેટ મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્ય માત્ર 14 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. આફ્રિકા તરફથી સુકાની એઈડન માર્કરમે 17 બોલમાં 30 રન અને રિઝા હેન્ડ્રીક્સે 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. બંનેની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે આફ્રિકાને જોરદાર શરૂૂઆત મળી હતી અને અંતે જીત નોંધાવવામાં સફળ રહી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ ક્રિઝ પર રહ્યા અને પોતાની ટીમને વિજય તરફ દોરી ગયા. આ સાથે દક્ષિણ આફ્રિકા 3 મેચની આ શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગયું છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 19.3 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. ભારત માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 56 રન બનાવ્યા હતા, પરંતુ ટીમનો અસલી સ્ટાર હતો રિંકુ સિંહ જેણે 39 બોલમાં 68 રનની ઇનિંગ રમીને ધૂમ મચાવી દીધી હતી. રિંકુએ પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ટીમ ઈન્ડિયાની ઈનિંગ પૂરી થાય તે પહેલા જ વરસાદે ખલેલ સર્જી હતી.

Advertisement

રિંકુ સિંહે સિક્સર ફટકારી ફોડયો મીડિયા બોકસનો કાચ

સાઉથ આફ્રીકાના ગકેબેરહામાં ભારત-સાઉથ આફ્રીકા વચ્ચે બીજી ટી-20 મેચ રમાઈ હતી. મેચ પર પહેલાથી જ વરસાદનો ખતરો હતો. પણ વરસાદ આવે તે પહેલા ભારતીય બેટર્સ સાઉથ આફ્રીકાની ધરતી પર સિક્સર ફટકારી રહ્યા હતા. જેમાંથી રિંકૂ સિંહનો સિક્સર સોશિયલ મીડિયા પર ચર્ચિત બન્યો છે. પ્રથમ ઈનિંગની 18.4 ઓવરમાં રિંકૂ સિંહે સાઉથ આફ્રીકાના કેપ્ટનની બોલ પર શાનદાર સિક્સર ફટકાર્યો હતો.રિંકૂ ક્રિઝની આગળ આવીને ફટકારેલા આ શોટને કારણે બોલ બાઉન્ડ્રીને પાર ગયો હતો. રિંકૂ સિંહના આ સિક્સરને કારણે મીડિયા બોક્સનો કાચ તૂટયો હતો. જેના ફોટોસ અને સિક્સરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement