રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એડવાન્સ બુકિંગમાં કિંગ ખાનની ‘ડંકી’ને મહાત આપતી, પ્રભાસની ‘સાલાર’

12:58 PM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

પ્રભાસની આગામી ફિલ્મ સાલારનો તેમના ફેન્સમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ સાલાર બોક્સઓફિસ પર 22 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મ રિલીઝના એક સપ્તાહ પહેલા ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂૂ થઈ ગયું છે. ફિલ્મ સાલાર એડવાન્સ બુકિંગમાં શાનદાર કમાણી કરી કરી રહી છે. શાહરૂૂખ ખાનની ફિલ્મ ડંકી આજે અને ફિલ્મ સાલાર કાલે રિલીઝ થશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. એડવાન્સ બુકિંગના મામલે બંને ફિલ્મો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ ફિલ્મ સાલાર ફિલ્મ ડંકીને પછાડીને આગળ નીકળી ગઈ છે.
એડવાન્સ બુકિંગમાં ફિલ્મ સાલારે કિંગ ખાનની ફિલ્મ ડંકીને પાછળ છોડી દીધી છે. ફિલ્મ સાલારે કિંગ ખાનની ફિલ્મ પડંકીથ કરતા બમણી કમાણી કરીને, સંકેત આપ્યો છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સાંજે 5:30 વાગ્યા સુધીમાં ફિલ્મ સાલારની પહેલા દિવસે 9,62,046 ટિકિટ વેચાઈ છે અને 20.74 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે.શાહરૂૂખ ખાનની ફિલ્મ ડંકીની અત્યાર સુધીમાં 4,17,573 ટિકિટ વેચાઈ છે અને અત્યાર સુધીમાં કુલ 11.81 કરોડ રૂૂપિયાની કમાણી કરી છે. એડવાન્સ બુકિંગ રિપોર્ટ અનુસાર ફિલ્મ સાલાર બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરવા જઈ રહી છે. તેલંગાણામાં પ્રભાસની ફિલ્મ સાલાર માટે મિડનાઈટ શો પણ ઉપલબ્ધ થશે. જેથી આ સ્થિતિમાં ફિલ્મને ફાયદો થઈ શકે છે. ફિલ્મ સાલારનું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે. ફિલ્મ સાલારમાં પ્રભાસની સાથે શ્રુતિ હસન, પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત મીનાક્ષી ચૌધરી, શરણ શક્તિ અને ઈશ્વરી રાવ પણ ફિલ્મમાં ભૂમિકા ભજવતા જોવા મળશે.

Advertisement

Tags :
advancebookingsinPrabhas' 'Saalar' beats King Khan's 'Dunky
Advertisement
Next Article
Advertisement