રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ડાઈવર્ટ કરેલા રૂટ પર દોડશે

12:28 PM Dec 14, 2023 IST | Sejal barot
Advertisement

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ પુન:સ્થાપિત: 14 જાન્યુઆરી સુધી ડાયવર્ટ કરેલા રૂૂટ પર દોડશે ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં સ્થિત બારાબંકી યાર્ડના રિમોડલિંગના કામને કારણે, ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ, જે અગાઉ 14 જાન્યુઆરી, 2024 સુધી રદ કરવામાં આવી હતી, તે હવે રદ થવાને બદલે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 17.12.23, 24.12.23, 31.12.23, 07.01.24 અને 14.01.24 ના રોજ અને ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 14.12.23, 21.12.23, 28.12.23, 04.01.24 અને 11.01.24ના રોજ રદ થવાને બદલે, હવે આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, બનારસ, વારાણસી, વારાણસી સિટી, ભટની અને ગોરખપુર થઈને ચાલશે. જે સ્ટેશનો પર ટ્રેનો નહીં જાય તેમાં એશબાગ, બાદશાહ નગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનનો સમાવેશ થાય છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે ૂૂૂ.યક્ષિીશિુ. શક્ષમશફક્ષ ફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Advertisement

Tags :
divertedOkha-Gorakhpur ExpressonRouterunwill
Advertisement
Next Article
Advertisement