રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઇટલીના સર્વોચ્ય એવોર્ડથી કબીર બેદીનું સન્માન

12:52 PM Dec 13, 2023 IST | Sejal barot
Advertisement

કબીર બેદીને ઇટલીના સર્વોચ્ચ સન્માન એવા ‘ધ ઑર્ડર ઑફ મેરિટ’ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટમાં તેમને આ અવોર્ડ આપવામાં આવ્યો હતો. એ વખતે કબીર બેદીની દીકરી પૂજા બેદી અને તેની દીકરી અલાયા ફર્નિચરવાલા પણ હાજર હતી. અવોર્ડ લીધા બાદનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કબીર બેદીએ કેપ્શન આપી, પઇટલીના સર્વોચ્ચ સન્માન પધ ઑર્ડર ઑફ મેરિટથ અવોર્ડથી મને સન્માનિત કરવામાં આવ્યો છે. મુંબઈમાં ગેટવે ઑફ ઇન્ડિયામાં એક પ્રાઇવેટ સેરેમનીમાં મને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે. આ અવોર્ડ મારા માટે ખૂબ ઇમોશનલ બાબત છે. ઇટલીમાં મારા કરેલા કામની સંતુષ્ટિને એ દેખાડે છે. બાર વર્ષ પહેલાં તેમણે મને ‘નાઇટ’ અવોર્ડથી સન્માનિત કર્યો હતો. એના કરતાં પણ આ અવોર્ડ વિશેષ છે. આ ડબલ સન્માનથી હું ગદ્ગદ થયો છું. સેન્દોકન બનવાની મારી યાત્રા અહીંથી સો મીટર દૂર તાજમહલ પેલેસથી શરૂ થઈ હતી. અહીં જ હું ‘સેન્દોકન’ના ડિરેક્ટર અને પ્રોડ્યુસરને મળ્યો હતો. લાઇફ ખરેખર સર્કલ છે. સ્ક્રોલ ઑફ ઑનર પર રાષ્ટ્રપતિ મેટરેલાએ અને વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સાઇન કરી હતી.

Advertisement

Tags :
AwardhighestItaly'sKabir Bedi honoredwith
Advertisement
Next Article
Advertisement